જીવનથી કંટાળેલી મહિલાએ પુત્રને મારી આત્મહત્યા કરી

અમદાવાદ : ગઇકાલે મોડી રાત્રે એક પરિણીતાએ પુત્રની હત્યા કર્યા બાદ આપઘાત કરી લીધો હતો. અમદાવાદ – વડોદરા એક્સપ્રેસ હાઇવે પાસેનાં સદ્ગુરૂ સાનિધ્ય ખાતે રહેતી અલ્પાબેન ગજ્જર નામની પરિણીતાએ તેના પત્તીને ઉદ્દેશીને એક સુસાઇડ નોટ લખી હતી. જેમાં તેણે પોતાનાં પતિને સંબોધિને લખ્યું હતું કે તે પોતાનાં રસ વગરનાં જીવનથી કંટાળી ગઇ છે, તેણે પોતાનાં પતિને બીજે લગ્ન કરી લેવા જણાવ્યું હતું.

સદ્ગુરૂ સાનિધ્ય નામના ફ્લેટમાં રહેતી અલ્પાબેન ગજ્જર નામની મહિલાએ પોતાનાં 6 વર્ષનાં દીકરા નીલને પંખા સાથે લટકાવી દીધો હતો. ત્યાર બાદ પોતે પણ નિસરણી પર ચડીને પંખે દુપટ્ટો બાંધીને ગળા ફાંસો ખાઇ લીધો હતો. તેના પતિ હાલ અબુધાબી ખાતે નોકરી કરે છે. મહિલા પોતાનાં સાસુ સાથે રહે છે. પોલીસે બંન્નેનાં મૃતહેદ પોસ્ટમોર્ટમ કરીને અંતિમ સંસ્કાર માટે મોકલી આપ્યા હતા.

મને માફ કરી દેજો, હું અને નીલ તમારો સાથ છોડી જઇએ છીએ.હું મારા નિરસ જીવનથી ખુબ જ કંટાળી ચુકી છું. તમે બીજા લગ્ન કરી લેજો. મમ્મી – પપ્પા, બા, બેન નયના, કાનો, મમ્મી, મેહુલભાઇ, તેજલબેન, નીશાબેન મને માફ કરી દેજો. મમ્મીની તબિયત સારી નહી હોવા છતા પણ તેમણે મને ખુબ જ હિંમત આપી હતી. તેઓ કામ કરતા હતા.

મારા મોત પાછળ ઘરની કે બહારની કોઇ પણ વ્યક્તિ જવાબદાર નથી. અમરતદાદાને ત્યાં એક નાળીયેર રમતુ મુકી આવજો અને એક નાળીયેર વધેરવાનું છે. જાદવબાપાને ત્યાં ગોવિંદપુરા બે નાળીયેર વધેરવાનાં છે. બે દિવા કરવાનાં છે. મને માફ કરી દેજો. હું જીવનભર માટે તમારો સાથ નિભાવી ન શકી. મારી ભુલ બદલ મને માફ કરજો.

You might also like