ફેસબુક પર સેનાની મજાક ઉડાવનાર મહિલાને જેલ…!

મ્યાંમાર: મ્યાંમારમાં ફેસબુક પર દેશની સેનાની મજાક ઉડાવવાના આરોપમાં એક મહિલાને છ મહિનાની જેલની સજા સંભળાવવામાં આવી છે. વેબસાઇટ ‘આરટી ડોટ કોમ’ની ફરિયાદ અનુસાર સોમવારે ફેસબુક પોસ્ટ માટે ચૉ સાંદી તુન નામની મહિલાની આ વર્ષે ઓક્ટોબર મહિનામાં ધરપકડ કરવામાં આવી હતી.

ચૉ સાંદી તુને પોસ્ટ કર્યું, ‘’જો તમે તમારી માતાને એટલો પ્રેમ કરો છો તો માની લુંગી પોતાના માથે કેમ પહેરી લેતા નથી.’’ રાજકીય કાર્યકર્તાને ટેલિકોમ્યૂનિકેશન્સ લો ની કલમ 66 (ડી) હેઠળ સજા સંભળાવવામાં આવી હતી, તેમાં માનહાનિ અને ‘પરેશાન’ લોકો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો.

ચૉના વકીલ જણાવ્યા અનુસાર, તેમણે પોસ્ટ લેખનની વાતને નકારી કાઢી છે, તેમનું કહેવું છે કે તેમનું એકાઉન્ટ હેક કરી લેવામાં આવ્યું છે. આ પહેલાં ચૉએ ફેસબુક પર આંગ સાન સૂની એક તસ્વીર શેર કરી અને દેશના સૂચના મંત્રી હટૂની પત્નીને પણ આવી જ એક તસવીર શેર કરી હતી.

ચો એ પોતાના બચાવમાં કહ્યું હતું કે ‘’જો મને દોષી ગણવામાં આવી છે તો આ હટૂની પત્ની પણ દોષી હૈ.’’ મ્યાંમારમાં 1962માં સૈન્ય તખ્તાપલટ બાદથી સૈન્ય શાસકોનું શાસન રહ્યું. વર્ષ 2011માં સેનાએ નાગરિક સરકાર માટે માર્ગ પ્રશસ્ત કરવા માટે ધીરે-ધીરે રાજકીય સુધારોની જાહેરાત કરી.

You might also like