મેદસ્વીતા અને તેનાથી થતી મુશ્કેલીઓ

મહિલાઅોમાં વય, જાતિ અને ઊંચાઈ મુજબ વજનનાં જે ધારા-ધોરણ ની કરાયાં છે, તેનાથી વધુ વજન થાય તો ચરબી થવાની નિશાની ગણાય છે. તેનેે મેદસ્વીતા કહે છે.

મહિલાઅોમાં વધારાની ચરબી માત્ર વધારાની કેલેરીના કારણે જ અાવે અેવું નથી. વધારાની કેલેરી ચરબી જામવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. કેટલાક હોર્મોન્સ પણ અે માટે જવાબદાર ગણાય છે. વધારાની ચરબી મહિલાઅોના જાતીય જીવન અને ફળદ્વુપતાને અવળી અસર કરનારી બની રહે છે.

પુરુષોની સરખામણીમાં મહિલાઅોને મેદસ્વીતાને કારણે તકલીફો વધુ પ્રમાણમાં કનડે છે. મેદસ્વીતાને કારણે મહિલાઅોમાં જુદા જુદા વય જૂથમાં ચોસ પ્રકારની સમસ્યાઅો જાેવા મળે છે.

કારણો: શહેરી વિસ્તારોમાં ૨૫થી ૪૫ ર્વષના વય જૂથમાં સમાવિષ્ટ અાશરે ૮૦ ટકા વર્કિંગ મહિલાઅો મેદસ્વી હોવાનું અેક સરવેમાં બહાર અાવ્યું છે. અા સરવેમાં મેદસ્વીતાનું કારણ બેઠાડુ જીવનશૈલી અને ખાવા-પીવાની બદલાતી અાદતો જવાબદાર હોવાનું જણાવવામાં અાવ્યું છે.
અારોગ્ય સાથે સંકળાયેલા અોર્ગેનાઇઝેશનના સરવેમાં અેવું પણ જણાવાયું છે કે, જે મહિલાઅો સ્થૂળ છે તેમને પણ ખબર છે કે તેમનું વજન વધુ છે. તેમજ તેના માટે બેઠાડુ જીવન-ધોરણ, વાૅકિંગ અને કસરત માટેના સમયનો અભાવ, કામનું ભારણ તેમજ તંદુરસ્તી જળવાય તેવા ભોજનનો અભાવ જવાબદાર છે.

મેદસ્વીતા માત્ર શરીર નહીં, પરંતુ માનસિક અસર પણ કરે છે. અનિદ્રા, ડિપ્રેશન અને જાત પર દયાભાવ જેવા લક્ષણો જાેવા મળે છે. જાેકે મોટા ભાગની મેદસ્વી મહિલાઅોઅે તેમની કરિયર અને પગાર અંગે સંતોષ વ્યક્ત કર્યો છે. મતલબ કે તેમની હાજરી અંગે તેઅો સચેત છે.

અા સરવેમાં અેવું પણ જણાવાયું છે કે પરિણીત મહિલાઅો કે જેઅો નોકરી સાથે ઘર પણ સંભાળે છે તે ખૂબ તણાવનો અનુભવ કરે છે. દૈનિક કામગીરીમાંથી સમય મળતો ન હોઈ કસરત માટે સમય ફાળવી શકતી નથી. કમનસીબે તે પોતાની તંદુરસ્તીને પણ પ્રાથમિકતા અાપતી નથી.

ટેકનોલોજી અને જ્ઞાનના ક્ષેત્રમાં કામ કરતી મહિલા કર્મચારી અને પરિણીત કે અપરિણીત તેમની કંપનીઅે ફાળવેલા જિમ કે કસરતનાં સાધનોનો પુરુષ કર્મચારીની જેમ ઉપયોગ કરતી નથી, કારણ કે તેમની પાસે કસરત કરવાનો જરાપણ સમય નથી રહેતો.

નોકરીના સ્થળે નિયત સમયમર્યાદામાં કામ પૂરું કરવાનું ટેન્શન રહે છે તો ઘરે ગયા બાદ તમામ ઘરેલુ કામ સામે જ ઊભાં હોય છે.

You might also like