મહિલાઓઅે મંદિરમાં પૂજા કરવી ન જોઈઅેઃ અનીતા શેટે

મુંબઈ: શનિ ‌શિંગણાપુર મંદિર ટ્રસ્ટના પ્રમુખ બનેલાં અનીતા શેટેઅે પણ મંદિરની ૪૦૦ વર્ષ જૂની પરંપરા જાળવી રાખવા કટિબદ્ધતા વ્યકત કરતાં જણાવ્યું છે કે આપણે આ પરંપરાને તોડવી ન જોઈઅે. મંદિરની પવિત્રતા માટે ગામના મોટાભાગના લોકોની પણ આવી જ માન્યતા છે. તેથી તેઓ પણ માને છે કે મહિલાઓઅે મંદિરમાં પૂજા કરવી ન જોઈઅે.
ગઈ કાલે જ મંદિર ટ્રસ્ટના પ્રમુખ બનેલાં અનીતાઅે જણાવ્યું કે મહિલા સંગઠનો અને ગામના અન્ય લાેકોને અમે સમજાવીશ‌ું કે મંદિરની પરંપરાને તોડવી યોગ્ય નથી. આ અંગે કેટલાક લોકોનું કહેવું છે કે તે આ પરંપરાનુુ ધાર્મિક કે સામાજિક કારણ જાણતા નથી.

તેમણે જણાવ્યું કે મંદિરમાં આવતા ભકતજનો માટે સુવિધા વધારવામાં આવશે. તેમાં તેઓને રહેવા, નહાવા તેમજ અન્ય વ્યવસ્થા કરવી પ્રથમ લક્ષ્ય છે. તેમજ મંદિર ટ્રસ્ટની પરંપરાને અમે કોઈ પણ ભોગે તૂટવા નહિ દઈઅે. ૪૦૦ વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર ૧૧ સભ્યવાળા મંદિર ટ્રસ્ટમાં બે હોદા પર મહિલાને સ્થાન મળ્યું છે. જેમાં અનીતા શેટે અને શાલિની લાન્ડેનું નામ પણ સામેલ હતું.  ગત ૨૯ નવેમ્બરે અેક મહિલાઅે સુરક્ષા વ્યવસ્થા તોડીને મંદિરના ચબૂતરા પર પૂજા કરી હતી. ત્યારબાદ ભારે વિવાદ થયો હતો. અને તે મહિલા અને તેની પૂજાવાળો વીડિયો વાઈરલ થઈ ગયો હતો.

You might also like