દિલ્લીની યુવતી સાથે બિકાનેરમાં 23 લોકોએ ગેંગરેપ કર્યો

રાજસ્થાનના બિકાનેરમાં દિલ્લીની એક મહિલા સાથે 23 લોકોએ એકસાથે ગેંગરેપ કર્યાની ઘટનાએ ચકચાક મચાવી દીધી છે. આરોપીએ મહિલાને બંધક બનાવી તેની સાથે રેપ કર્યો હતો. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી લીધી છે. પીડિતા જ્યારે ખાંટુ શ્યામ મંદિરની બહાર ટ્રાન્સપોર્ટ માટે રાહ જોઈને ઉભી હતી, ત્યારે બે યુવકો તેની સામે જીપ લઈને આવ્યા અને તેને જબરદસ્તી ગાડીમાં બેસાડી દીધી હતી.

આરોપીઓ મહિલા સાથે ચાલતી જીપમાં બળાત્કાર કરતા રહ્યા, જેના બાદ તેમણે પોતાના સાથીદારોને પણ બોલાવ્યા હતા. આરોપીઓએ બાદમાં એક સરકારી બિલ્ડિંગમાં ગેંગરેપ કર્યો હતો.

પીડિતાએ બીજા દિવસે પોલીસમાં ફરિયાદ કરી હતી અને સમગ્ર ઘટનાની માહિતી આપી હતી. પોલીસે 23 લોકો સામે ફરિયાદ નોંધી છે અને 23માંથી 21 લોકોની ઓળખ પણ થઈ ગઈ છે. મહિલાએ તે ગાડીનો રજીસ્ટ્રેશન નંબર પણ પોલીસને આપ્યો હતો, જેમાં આરોપી તેને બેસાડીને લઈ ગયા હતા.

આ મામલે પોલીસે પાંચ લોકોને કસ્ટડીમાં લીધા છે અને પૂછપરછ કરી રહી છે. જો કે પોલીસે કોઈની ધરપકડ કરી નથી. પોલીસ હવે મહિલાની મેડીકલ તપાસની રાહ જોઈ રહી છે. પોલીસનું કહેવું છે કે, ‘આ ઘટનામાં 7 થી 8 લોકો સામેલ હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ મહિલાએ 23 લોકો સામે ફરિયાદ કરી છે.’ 28 વર્ષીય મહિલા અવારનવાર પોતાના બંગડીઓના બિઝનેસ માટે બિકાનેર આવતી હતી, જ્યાં તેનો પોતાનો એક પ્લૉટ પણ છે.

You might also like