રાજકોટમાંથી મળી આવ્યો મહિલાનો મૃતદેહ, 2 આરોપીઓની ધરપકડ

રાજકોટઃ શહેરનાં મવડી રોડ પાસેથી 2 દિવસ પહેલા એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવતા મહિલાની હત્યા થયાનું બહાર આવ્યું હતું. પોલીસે મહિલાની હત્યા કરનાર બંને આરોપીઓની ધરપકડ કરી છે. મધ્યાહન ભોજનની સંચાલિકા હીના મહેતાની હત્યા થઈ હતી.

કર્મયોગી સ્કૂલનાં સંચાલક શાંતિલાલ વિરડીયાએ યુપીનાં શખ્સ સાથે મળીને આ મહિલાની હત્યા કરાઇ હતી. પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરીને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે આ સમગ્ર ઘટના અંગે ડીસીપી ઝોન-2 દ્વારા પ્રેસ પણ યોજવામાં આવી હતી. તેમજ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

You might also like