બોયફ્રેન્ડ પર શક જતાં ગાડી ઉપર ચોંટાડી દીધા સેનેટરી નેપકીન

તમે વિચારો કે રસ્તા પર ઊભેલી કાર પર કોઇ સેનેટરી નેપકીન લગાવી દે તો એ જોઇને તમારા હોશ જરૂરથી ઊડી જશે. એક છોકરીએ એના બોયફ્રેન્ડની ગાડી ઉપર આવું જ કંઇક કર્યું અને ગુસ્સામાં ગાડી પર ઘણા સેનેટરી નેપકીન ચોંટાડી દીધા. જાણો શું કામ સોશિયલ મીડિયા પર આ ગાડીના ફોટો શેર કરવામાં આવી રહ્યા છે.

23 વર્ષની લી ટાનએ પોતાના બોયફ્રેન્ડની ગાડી પર 30થી વધારે સેનેટરી નેપકીન ચોંટાડી દીધા. રસ્તા પર ઊભેલી આ ગાડીને જોઇને લોકો હેરાન થઇ ગયા. પરંતુ લી એ આ પેડ મજાકમાં લગાવ્યા ન હતાં.

લી ને આવું કરવા પાછળ તેનો શક હતો. એક દિવસ જ્યારે એનો બોયફ્રેન્જ ઘરે આવ્યો નહીં તો એને લાગ્યું કે એનો બોયફ્રેન્ડ એને દગો આપી રહ્યો છે.

લી એ મોડું કર્યા વગર બોયફ્રેન્ડને પાઠ ભણાવવા માટે ઘપની બહાર ઊભેલી ગાડી પર એને પેડ લગાવવાના શરૂ કરીસ દીધું. આવું કરીને એ સારું મહેસૂસ કરી રહી હતી. આટલું જ નહીં આ છોકરીએ એના પરાક્રમનો ફોટા ઓનલાઇન પોસ્ટ કરી દીધા.

બોયફ્રેન્ડ ઘ પહોંચે એ પહેલા ફોટો વાયરલ થઇ ગયા. બોયફ્રેન્ડ ઘરે પહોંચ્યો ત્યારે તેને કારણ જણાવ્યું કે એ ઘર કેમ નહતો આવ્યો. બોયફ્રેન્ડ એને દગો નહીં પરંતુ એની બર્થડે માટે સરપ્રાઇઝ પ્લાન કરી રહ્યો હતો.

આ સાંભળીને લી આશ્વર્યમાં પડી ગઇ, પરંતુ ત્યાં સુધી આ ફોટા વાયરલ થઇ ગયા હતાં.

You might also like