ઓડ ઇવન ફોર્મ્યુલાની આડમાં કરોડોનું CNG કૌભાંડ : શ્યાહી ફેંકનાર મહિલા

નવી દિલ્હી : ઓડ ઇવનની સફળતા માટે છત્રસાલ સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર શ્યાહી ફેંકનારી યુવતિએ દિલ્હી સરકાર પર સનસનીખેજ આરોપો લગાવ્યા હતા. શ્યાહી ફેંકનારી યુવતીએ પોતાની જાતને આમ આદમી પાર્ટી સેનાનાં પંજાબ યૂનિટનાં પ્રભારી જણાવી હતી. યુવતિએ જણાવ્યું કે તેનું નામ ભાવના છે અને ઓડ ઇવન ફોર્મ્યુલાની આડમાં ચાલી રહેલા સીએનજી ગોટાળાને એક્સપોઝ કરવા માટે તેણે તેવું પગલું ઉઠાવ્યું છે.

આરોપી યુવતીએ ભાવનાએ દાવો કર્યો કે દિલ્હી સરકારે ઓઢ ઇવનની આડમાં સીએનજી ગોટાળો કર્યો છે. યૂપીનાં નંબરો એટલે સુધી કે બાઇકનાં નંબરો પર પણ સીએનજી સર્ટીફિકેટ વહેંચ્યા છે. યુવતીએ દાવો કર્યો કે તેની પાસે આ ગોટાળા અંગે કાગળો છે. જે સમયે મહિલાએ કેજરીવાલ પર શ્યાહી ફેંકી તે સમયે તેણે કાગળોનું એક બંચ પણ ફેંક્યું હતું. ભાવનાએ દાવો કર્યે કે તેણે કેજરીવાલને મળવા માટેનો સમય મા્ગોય હતો, પરંતુ તેમણે નહોતો આપ્યો. જે સમયે કેજરીવાલ પર શ્યાહી ફેંકવામાં આવી આમ આદમી પાર્ટીનાં કાર્યકર્તાઓએ મહિલાને ઘેરી લીધી હતી. જો કે દિલ્હીનાં મુખ્યમંત્રીએ મંચ પરથી જ મહિલાને મુક્ત કરવા માટેની અપીલ કરી હતી. કેજરીવાલે કહ્યું કે મહિલા જે ગોટાળાની વાત કરી રહી છે તે અંગે તપાસ કરવામાં આવે, તેની પાસેથી કાગળ લઇ લેવામાં આવે.

બીજી તરફ આમ આદમી પાર્ટીએ આ આખા મામલાને વિરોધીઓનું કાવત્રું ગણાવ્યું છે. પાર્ટીએ કહ્યું કે કેજરીવાલની વિરુદ્ધ લાંબા સમય પહેલાથી જ આ પ્રકારનાં કાવત્રા ઘડવામાં આવી રહ્યા છે. જો કે આની અસર પાર્ટીનાં કામ પર નહી પડે. જો કે પાર્ટીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે તે બદલાની ભાવના સાથે કોઇ કાર્યવાહી નહી કરે.

You might also like