બિગ બજારના ટ્રાયલ રૂમમાં કેમેરો, કપડાં બદલતી છોકરીઓના પાડવામાં આવતા હતા ફોટા

કલકત્તા: કોલકાતાના હાઇલેંડ પાર્ક સ્થિત બિગ બજારના ટ્રાયલ રૂમમાં કેમેરો મળી આવતાં હંગામો મચી ગયો છે. માહિતી મળતાં ઘટનાસ્થળે પહોંચી પોલીસે એફઆરઆઇ દાખલ કરી દીધી છે. કેસ બાદ બિગ બજારના મેનેજરે સ્પષ્ટતા આપતાં કહ્યું હતું કે આરોપી કર્મચારી બીજી એજન્સીથી આવ્યો હોવાનું કહીને હાથ અદ્ધર કરી દીધા છે. મળતી માહિતી અનુસાર એક યુવતીએ બિગ બજારના સ્ટોરમાં ફરિયાદ કરતાં કહ્યું હતું કે સ્ટોરનો એક કર્મચારી સંતાડેલા કેમેરાથી તેના ફોટા પાડી રહ્યો હોવાનું કહીને હોબાળો મચાવ્યો હતો.

હંગામાની સૂચના મળતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી. પૂછપરછમાં બિગ બજારે દાવો કર્યો કે આરોપી તેમનો કર્મચારી નથી પરંતુ બીજી એજન્સીના માધ્યમથી આવ્યો હતો. આ ઉપરાંત બિગ બજારના મેનેજરે એ પણ દાવો કર્યો કે તેના ટ્રાયલ રૂમમાં કોઇ કેમેરો નથી.

યુવતીએ પોતાની ફરિયાદમાં પોલીસને કહ્યું કે જ્યારે તે ટ્રાયલ રૂમમાં પોતાના કપડાં બદલવા જઇ રહી હતી ત્યારે તેની બાજુના રૂમમાં કંઇક ગરબડ હોવાની આશંકા થઇ. શક જતાં તેણે બાજુના રૂમમાં જઇને જોયું. છોકરીનો આરોપ છે કે ત્યાં એક કર્મચારી દીવાલના કાણામાં મોબાઇલ લગાવીને રેકોર્ડિંગ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. હોબાળો મચતાં આરોપી ભાગી નિકળ્યો હતો. છોકરીએ એ પણ આરોપ લગાવ્યો હતો કે આરોપીને કોઇએ રોકવાનો પ્રયત્ન કર્યો ન હતો. હાલ પોલીસ કેસની તપાસ કરી રહી છે.

You might also like