જો કોઇ વ્યક્તિને સાપ કરડી જાય તો તેનો પરિવાર શું કરશે…? એક સીધો સાચો જવાબ છે કે તે વ્યક્તિના પરિવારજનો તેને નજીકના દવાખાને ઇલાજ માટે લઇ જતા હોય છે પરંતુ બુલંદ શહેરમાં એક ખાસ કિસ્સો બનવા પામ્યો હતો.
આ શહેરની એક દેવીન્દ્રી નામની મહિલાને સાપ કરડી જતા તેને હેરાન થઇ રહી હતી. તો તેના પરિવારજનોએ તેનો ઇલાજ કરાવવાને બદલે ભેંસના છાણથી ઢાંકી દીધી હતી. અને અંતે તે તરફડીને મોતને ભેટી હતી.
બુલંદ શહેરમાં અંધવિશ્વાસ મળ્યો જોવા
બુલંદ શહેરના કકોડ ક્ષેત્રમાં રહેતી દેવીન્દ્રી નામની મહિલાને સાપ કરડી જતા તેનું મોત થયું હતું જો કે ગ્રામ્ય અંધશ્રધ્ધાના કારણે તેના પરિવારજનોએ તેને છાણથી ઢાંકી દીધેલ.આપને જણાવી દઇએ કે,રાજધાની દિલ્હીથી આશરે 70 કિલોમીટર દુર આવેલ છે.જ્યાં આ ઘટના બનવા પામી હતી.
કેટલાય કલાકો સુધી છાણથી ઢાંકી રાખી
આ ઘટના અંગે મળતી વિગત પ્રમાણે દેવીન્દ્રી ઘરના ચૂલા પર રાંધી રહી હતી. ત્યારે લાકડામાથી અચાનક નિકળેલ અને તે મહિલાને કરડી જતા તેનું મોત થયું હતું જો કે, તેના પરિવારજનોએ પ્રાથમિક સારવાર કેન્દ્રની મુલાકાત કરવાની જગ્યાએ તેના શરીરને છાણથી ઢાંકી દાધેલ.