ભારતનાં આધારકાર્ડ પ્રોજેક્ટ સમગ્ર વિશ્વિએ લાગુ કરવો જોઇએ : વર્લ્ડ બેંક

નવી દિલ્હી : જે પ્રકારે કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકોનાં આધારકાર્ડ બનાવવામાં આવ્યા અને દરેક વ્યક્તિને યુનિક ઓળખ આપવામાં આવી. ત્યાર બાદ તમામ યોજનાઓ અને સરકારનાં વિવિધ આયોજનોમાં આધાર કાર્ડને ફરજીયાત કરવામાં આવ્યું તેનાથી વર્લ્ડ બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી પોલ રોમર ખુબ જ પ્રભાવિત છે. તેમનાં મતે ભારત સરકાર દ્વારા આધારકાર્ડ પ્રોજેક્ટ પર જે રીતે કામગીરી કરવામાં આવી તે સમગ્ર વિશ્વ માટે ઉદહરણીય પગલું છે.

રોમરે એક સમાચાર એજન્સીએને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, ભારત સરકારનો આધારકાર્ડ પ્રોજેક્ટ વિશ્વનો ઓળખઅંગેનો સૌથી વ્યવહારદક્ષ કાર્યક્રમ છે. રોમરે જણાવ્યું કે આ એક ખુબ જ કાર્યદક્ષ પ્રણાલી છે જેમાં માત્ર એક કાર્ડની મદદથી વ્યક્તિની તમામ માહિતી અને ઓળખ છતી થઇ શકે છે. રોમરનાં અનુસાર આ એક માત્ર એવી ઓળખ છે જેનાથી તેની આર્થિક બાબતો સહિતની મોટા ભાગની માહિતી પ્રાપ્ત થઇ જાય છે.

આ અંગે જણાવતા યુનિક આઇિડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)નાં પુર્વ ચેરમેન નન્દન નિલકણીએ જણાવ્યું કે, તંજાનિયા, અફધાનિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશોએ આ સિસ્ટમમાં રસ દેખાડ્યો છે. આ દેશોનાં અધિકારીઓ ભારતની મુલાકાતે પણ આવી ચુક્યા છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા(ટ્રાઇ)નાં ચેરમેન આર.એસ શર્માએ જણવ્યું કે, રશિયા, મોરક્કો, અલ્જીરિયા અને ટ્યુનિશિયા જેવા દેશોએ પણ આ પ્રોજેક્ટમાં રસ દર્શાવ્યો છે.

જો કે બીજી તરફ કેટલાક ક્રિટીસિઝનમ ગ્રુપ દ્વારા આધાર પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. માર્ચ, 2013માં એક પિટીશનર્સનાં ગ્રુપ દ્વારા જણાવાયું હતું કે, આધાર કાર્ડ વ્યક્તિની અંગત જીવન સાથે ચેડા છે. કર્ણાટક હાઇખોર્કે સુપ્રીમ કોર્ટમાં પીટિશન દાખલ કરીને જણાવ્યું હતું કે આધાર સિસ્ટમ વ્યક્તિનાં પ્રાઇવસીનાં અધિકાર પર તરાપ છે.

જો કે યુકે, ફ્રાન્સ અને અમેરિકા જેવા દેશોમાં આ પ્રકારનાં જ આયોજન 2010માં ખુબ જ વિવાદિત બન્યા હતા. યુકે દ્વારા આ વિવાદ બાદ સંપુર્ણ પ્રોજેક્ટને રદ્દ ગણાવાયો હતો. જો કે તેઓએ બાયોમેટ્રિક સિસ્ટમથી ફોરેનર્સને કાર્ડ આપવાનું માન્ય રાખ્યું હતું. જો કે આધારમાં બાયોમેટ્રીક અને ડેમોગ્રાફીક પ્રકારે ભારતીય નાગરિકોની માહિતી સંગ્રહિત કરવામાં આવી છે.

You might also like