ધોરણ-૧રમાં બે વિષયની પૂરક પરીક્ષા લેવા વિચારણા

અમદાવાદ: ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘ દ્વારા ધોરણ-૧ર સામાન્ય પ્રવાહમાં બે વિષયની પૂરક પરીક્ષા લેવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવતાં પરીક્ષા સમિતિની મળનારી બેઠકમાં આ મુદ્દો ધ્યાને લેવાશે. આ અંગે શિક્ષણ સચિવ આર.આઇ. પટેલે જણાવ્યું હતું કે આ બાબતે રજૂઆત મળી ચૂકી છે. પરીક્ષા સ‌િમ‌િતની મળનારી હવે પછીની બેઠકમાં આ મુદ્દો ચર્ચાશે. ત્યારબાદ સરકાર આ અંગે વિચારણા કરશે.
શિક્ષણ સંઘ દ્વારા ધોરણ-૧૧ અને ધો-૧ર સાયન્સમાં નીટ મુજબ અભ્યાસક્રમ રાખવા રજૂઆત કરાઇ છે, જે અંગે હાલમાં અભ્યાસક્રમમાં જરૂરી ફેરફાર સાથેની પૂરક પુ‌િસ્તકા આપવાની માગણી કરવામાં આવી છે. ઉપરાંત જેઇઇ મુજબ મેથ્સના વિષયમાં અભ્યાસક્રમ ફેરબદલ કરવાની રજૂઆત કરાઇ છે.
ધોરણ-૧૧ અને ૧ર સામાન્ય પ્રવાહની પરીક્ષા સેમેસ્ટર પદ્ધતિથી લેવાય છે. આ પરીક્ષાઓ આવતાં વર્ષે સેમેસ્ટર રદ કરી શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષના અંતે લેવાય તેવી માંગ કરવામાં આવી છે.
જેમાં પ૦ ટકા થિયરી અને પ૦ ટકા ઓએમઆર પદ્ધ‌િતનો સમાવેશ કરવાનો આગ્રહ રખાયો છે. ચાર સેમેસ્ટરના ૧૩ર ગુણથી વિદ્યાર્થી પાસ ગણાય છે. પરંતુ ર૦૧૭-૧૮થી ધોરણ ૧૧ અને ૧ર બંને પરીક્ષાના દરેક વિષયમાં ૬૬ ગુણ થતાં વિદ્યાર્થીને પાસ કરવા અંગેની પણ રજૂઆત કરાઇ છે. શિક્ષક સંઘના પ્રમુખ પંકજભાઇ પટેલે કહ્યું હતું કે અમારી આ માગણીઓ અંગે આ સપ્તાહે સરકાર સાથે મિટિંગ યોજાશે.

You might also like