હિમાચલમાં ભૂકંપના બે આંચકા અનુભવાતાં અફરાતફરી મચી

સિમલાઃ આજે વહેલી પરોઢિયે હિમાચલ પ્રદેશમાં ઓછી તીવ્રતાવાળા ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. ભૂકંપનો પ્રથમ આંચકો વહેલી પરોઢિયે ૩.૩૩ કલાકે અનુભવાયો હતો. આ આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૨.૮ માપવામાં આવી હતી, જ્યારે ભૂકંપનો બીજો આંચકો સવારે ૫.૩૨ કલાકે અનુભવાયો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૫ માપવામાં આવી હતી.

વહેલી પરોઢિયે લોકો જ્યારે ભરનિંદરમાં હતા ત્યારે ભૂકંપના ઉપરાછાપરી બે આંચકા અનુભવાતા લોકો સફાળા જાગી ગયા હતા અને ભારે અફરાતફરી મચી ગઈ હતી.  લોકો ડરના માર્યા પોતાના ઘરમાંથી બહાર રસ્તા પર દોડી આવ્યા હતા. જોકે અહેવાલો અનુસાર ભૂકંપના આ આંચકાથી જાનમાલને કોઈ નુકસાન કે ખુવારી થઈ નથી. ભૂકંપના આ આંચકાનું એપી સેન્ટર જમ્મુ અને કાશ્મીર નિકટના ચંબા જિલ્લામાં હોવાનું જાણવા મળે છે.
http://sambhaavnews.com/

You might also like