ઇન્ટરનેટ વિના પણ યૂઝ કરી શકો છો વેબસાઇટ્સ, આ રહી રીત

તમારા સ્માર્ટફોનમાં ટ્વિટર, વિકિપીડિયા તથા ગૂગલ મેપ જેવી વેબસાઇટ્સ પરથી જાણકારી પ્રાપ્ત કરવા માટે ઇન્ટરનેટ ડેટાની જરૂર પડે છે. પરંતુ તમે આનો ઉપયોગ ઇન્ટરનેટ વિના પણ કરી શકો છો, પરંતુ શરત એટલી છે કે તમે તેની યોગ્ય એપ્સ ડાઉનલોડ કરી હોવી જોઇએ. ત્યારબાદ તમે ડેટા સર્વિસ વિના પણ તમે આ વેબસાઇટ પરથી જાણકારી મેળવી શકો છો. જો કે તેના માટે તમારે થોડી મહેનત કરવી પડશે અને એ જાણવું પડશે કે કઇ-કઇ વસ્તુઓ વિશે તમે જાણવા માંગો છો.

જો તમે દુનિયાભરમાંથી ટેક્નોલોજી સાથે સંકળાયેલા સમાચાર વાંચવા માંગો છો તો ગૂગલ પ્લે સ્ટોરમાંથી ફીડમ નામની આરએસએસ ફીડ પરથી તમે જાણકારી પ્રાપ્ત કરી શકો છો. એપ મોબાઇલ એપ્સ સેટિંગમાં જઇને તમે ફુલ ઓફલાઇન સિંક પર સેટ કરી દો. ત્યારબાદ તમે ટેક્નોલોજી સાથે સંકળાયેલા સમાચારો અને ટેક્સ્ટ અને ફોટો ફોન પર ઓફલાઇન પણ મળવાનું શરૂ થઇ જશે.

જો તમે તાજા સમાચાર વિશે જાણવા માંગો છો તો તેના માટે પણ ડેટા સર્વિસ જરૂરી નથી. ગૂગલ પ્લે સ્ટોર પર જઇને એસએમએસમાર્ટ નામની એપને તમે ફોનમાં ડાઉનલોડ કરી લો. ત્યારબાદ તમને એસએમએસ મોકલતાં તાજા સમાચારો તમારા મોબાઇલના ઇનબોક્સમાં આવી જશે. આ પ્રકારે બધા તાજા ટ્વિટ પણ તમારા ઇનબોક્સમાં મંગાવી શકો છો. જો તમે તમારી પાસે એસએમએસ પ્લાન છે અને ડેટા પ્લાન નથી તો આ તમારા માટે સારો વિકલ્પ છે.

જો તમે વિકિપીડિયા પર કશું પણ ઇન્ટરનેટ વિના વાંચવા માંગો છો તો કિવિક્સ નામની એપ્સને તમારા ફોનમાં ડાઉનલોડ કરી લો. અહીંયા આખુ વિકિપીડિયા તમને તમારી જરૂરિયાત માટે ઓફલાઇન મળી જશે.

ગૂગલ મેપને પણ તમે ઓફલાઇન યૂઝ કરી શકો છો. જો કે આ ફક્ત તમે એક મહિના માટે જ કરી શકો છો. ત્યારબાદ તમારે મેપને ફરીથી ડાઉનલોડ કરવો પડશે. ગૂગલ મેપ ઉપરાંત સાઇજિક, વેજ, નોકિયા હિયર, મેપક્વેસ્ટ, મેપફેક્ટર વગેરે પણ ઓફલાઇન કામમાં લઇ શકો છો.

You might also like