અાવી રહ્યા છે ક્યારેય ચાર્જ ન કરવા પડે એવા ફોન

જાપાન અને ચીનના સંશોધકોએ કરેલી લેટેસ્ટ શોધ જો પ્રક્ટિકલ ઉપયોગમાં કારગત પુરવાર થશે તો અાગામી સમયમાં અાપણા ફોનની બેટરીને ક્યારેય ચાર્જ કરવાની જરૂર જ નહીં પડે. સંશોધકોએ ટોપોલોજિકલ ઈન્સ્યુલેટર તરીકે ઓળખાતાં નવાં મટીરિયલ શોધ્યાં છે જે કોઈ પણ જાતના એનર્જી લોસ વગર વિદ્યુતપ્રવાહ પેદા કરે છે.

વળી એ રૂમ-ટેમ્પરેચર પર કોઈ પણ જાતના બાદ પાવર સપ્લાયની જરૂર વગર પણ વીજળી પેદા કરતાં રહે છે. અા શોધનાં મૂળિયાં ૧૯૮૦ના દાયકામાં શોધાયેલી ક્વોન્ટમ હોલ ઈફેક્ટ નામની ભૌતિકવિજ્ઞાનની પ્રક્રિયામાં પડેલાં છે.

You might also like