સીનિયર સિટીઝન માટે રેલ્વેની મોટી જાહેરાત, આધારકાર્ડ રાખવા પર જ મળશે છૂટ

નવી દિલ્હી: હવે સીનિયર સિટીઝને રેલ્વે યાત્રા દરમિયાન પોતાની પાસે આધારકાર્ડ રાખવું પડશે. ભારતીય રેલ્વે 1 એપ્રિલ 2017થી સીનિયર સિટીઝ માટે આધાર કાર્ડ રાખવાનો નિર્ણય લીધો છે. રેલ્વેના જણાવ્યા અનુસાર આધાર કાર્ડ ના રાખવા પર વૃદ્ધોને મળતી છૂટ તેમણે મળશે નહીં. આ આદેશ ઓનલાઇન અને રેલ્વે કાઉન્ટરો પરથી ખરીદનાર ટિકીટ પર પણ લાગૂ પડશે.

જો કે રેલ્વે અધિકારીઓનું કહેવું છે કે રેલ્વે અત્યારથી વૃદ્ધ નાગરિકોના આધાર નંબર લેવાનું શરૂ કરી દેશે. રપરંતુ હાલ માટે અનિવાર્ય નહીં હોય. તો બીજી બાજુ આઇઆરસીટીસી એક જાન્યુઆરીથી આધારકાર્ડની જાણકારી લેવાનું શરૂ કરી દેશે.

રેલ્વે અધિકારીના જણાવ્યા અનુસાર, ઓનલાઇન ટિકીટ બુકિંગ વાળા ફોર્મ પર આધારનો નંબર નાંખતા જ કસ્ટમરની બધી જ જાણકારી એમાં મળી જશે. જેનાથી ટિકીટ માટે ફોર્મ ભરવામાં વધારે સમય લાગશે નહીં.

You might also like