મુસ્લિમોનાં વક્તવ્ય મુદ્દે ટ્રંપ અને સાઉદી પ્રિંસ વચ્ચે યુદ્ધ

વોશિંગ્ટન : અમેરિકામાં મુસ્લિમોનાં ઘુસવા પર પ્રતિબંધ અંગેની ટીપ્પણી બાદ ડોનાલ્ડ ટ્રંપ વિવાદોમાં ઘેરાઇ ચુક્યા છે. ટ્રંપનાં વિવાદિત નિવેદન બાદ તે મુસ્લિમોને માટે દુશ્મન જેવા બની ચુક્યા છે. જો કે ટ્રંપનાં આ નિવેદન બાદ તેનાથી ગુસ્સે ભરાયેલા સાઉદી પ્રિંસે ટ્વિટર દ્વારા તેની ટીકા કરી હતી. ટ્વિટર પર આ બંન્નેની વચ્ચે થોડી બોલાચાલી થઇ ગઇહ તી. ટ્રંપનાં નિવેદનથી ગુસ્સે ભરાયેલા પ્રિંસે ટ્વિટર પર લખ્યું કે, ‘તમે ન માત્ર GOP(રિપબ્લિકન પાર્ટીને ઘરડાઓની પાર્ટી પણ કહેવામાં આવે છે. ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી) પરંતુ તમામ અમેરિકનોને શરમમાં મુકે તેવું નિવેદન આપ્યું છે. રાષ્ટ્રપતિની રેસમાંથી હટીજાઓ કારણ કે આમ પણ તમે જીતવાનાં નથી.’
સાઉદી પ્રિંસ અલવલીદ બિન તલાલનાં આ ટ્વિટ બાદ ટ્રંપ પણ ગુસ્સે ભરાયા હતા. ટ્રંપે ગુસ્સામાં સાઉદી પ્રિંસને ખુબ જ તીખો જવાબ આપ્યો હતો. તેણે ટ્વિટ કરીને લખ્યું કે, ‘નશાખોર પ્રિંસ પોતાનાં બાપાનાં રૂપિયે અમેરિકાનાં નેતાઓને કંટ્રોલ કરવા માંગે છે. પરંતુ જો હું જીત્યો તો આ બધું તુ નહી કરે શકે.’
અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રંપ ચોતરફા હૂમલા છતા પણ પોતાની ટીપ્પણી પર યથાવત્ત છે. ટ્રંપે કહ્યું કે તે મુસ્લિમો માટે સારૂ કરી રહ્યા છે. અને ઓછામાં ઓછા વંશવાદી છે. ટ્રંપે સીએનએનને કહ્યું હતું કે હું મુસ્લિમો માટે સારુ કરી રહ્યો છું. મારા ઘણા મુસ્લિમ મિત્રો છે અને તેઓ મારી સાથે સંમત છે. તે કહે છે કે ડોનાલ્ડ તારા વિચારો ખુબ જ સારા અને સફળ છે.

You might also like