22 વિભાગની ઓપીડી સાથે SVP હોસ્પિટલ દર્દીઓથી ધમધમતી થઈ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા રૂ.૭પ૦ કરોડના ખર્ચે તૈયાર કરાયેલી સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલનું ગઇ કાલે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્દ્ઘાટન કરાયું હતું. આ હોસ્પિટલ આજથી દર્દીઓથી ધમધમતી થઇ ગઇ છે.

સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલમંા કુલ ૧પ૦૦ બેડની વ્યવસ્થા છે, જેમાં ૧૩૦૦ જેટલા જનરલ બેડ છે, પરંતુ આજથી દર્દીઓ માટે ૩૦૦ જનરલ બેડની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે. આગામી દિવસોમાં દર્દીઓના ધસારાને ધ્યાનમાં રાખીને જનરલ બેડની સંખ્યામાં વધારો કરાશે. બાકીના બેડ સ્પેશિયલ રૂમ અને સ્યૂટના છે.

તંત્ર દ્વારા હોસ્પિટલના જનરલ વોર્ડમાં દર્દી સાથે રહેવા માટે એક વ્યક્તિનો સ્વતંત્ર બેડ તેમજ સ્ટોરેજની પણ અલગ વ્યવસ્થા કરાઇ છે. આમ તો વી.એસ. હોસ્પિટલ સહિતની મ્યુનિસિપલ હોસ્પિટલોમાં દર્દીને પણ ધસારાના સમયે ભોંય પર સુવાડાય છે. આ સંજોગોમાં દર્દી સાથેની એક વ્યક્તિ માટે સ્વતંત્ર બેડની સુવિધા સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલની વિશેષ ઓળખ બની છે.

જનરલ વોર્ડમાં દર્દીની પ્રાઇવસી માટે પેશન્ટ ક્યૂબ અને એ‌િન્ટ બેક્ટેરિયલ એ‌િન્ટ ફંગલ પડદાની વ્યવસ્થા ઊભી કરાઇ છે. આ ઉપરાંત ન્યુમેટિક ટ્યૂબ સિસ્ટમ દ્વારા દર્દીના બેડ પરથી જ દર્દીનાં બ્લડ સેમ્પલ, રિપોર્ટ અને દવાની હેરફેરની સુવિધા, દર્દીના મેડિકલ રેકોર્ડની જાળવણી માટે સોફટવેર, લેબોરેટરી ઇ‌િન્ટગ્રેટેડ સિસ્ટમ આધા‌િરત આયોજનથી દર્દીના રિપોર્ટ સીધા જ ડોકટર્સના મોનિટર પર ઉપલબ્ધ થવા, દર્દીને યુનિક ફોટો આઇકાર્ડ, ૩ર ઓટી થિયેટર વગેરે પણ આ હોસ્પિટલની આગવી ઓળખરૂપ બન્યાં છે.

ઓપીડીનો લાભ લેવા માટે દર્દી માટે રૂ.૧૦૦ની ફી નક્કી કરાઇ છે. આ ફી ભરીને તેની સાત દિવસ સુધી સુવિધા મળશે. જ્યારે જનરલ બેડ માટે એક દિવસનો રૂ.૩૦૦નો ચાર્જ નક્કી કરાયો છે. આજે સર્જરી, મેડિ‌િસન, ઓર્થોપેડિક ગેસ્ટ્રો, ન્યૂરો અને ગાયનેક વિભાગ સહિતના તમામ ૨૨ વિભાગ વિભાગની ઓપીડી ચાલુ થઇ ગઇ હોઇ સવારના નવથી સાંજના ચાર સુધી ઓપીડી ચાલશે અને આજે સવારના બે કલાકના સમયગાળામાં ર૦ દર્દીઓએ ઓપીડી સેવા મેળવી હોવાનો દાવો મ્યુનિસિપલ હોસ્પિટલ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ કર્યો છે. દરમિયાન સોમવારથી જનરલ વોર્ડ સહિતના સ્પેશિયલ રૂમ વગેરે ચાલુ કરાશે તેમજ ઓપરેશન થિયેટર પણ સોમવારથી ધમધમતા થશે.

You might also like