દરિયામાં વધતા પ્રદૂષણથી દર વર્ષે ૧૦ લાખ દરિયાઈ જીવનાં મોત નીપજે છે

બેંગકોક: વિશ્વભરમાં પ્લાસ્ટિક પોલ્યુશનની સમસ્યા એટલી મોટી છે કે તેનો અંદાજ તેના પરથી લગાવી શકાય છે કે દર વર્ષે સમુદ્રમાં ૮૦ લાખ ટન પ્લાસ્ટિક પીગળી રહ્યું છે અને તેનાથી થતા ઇન્ફેક્શનના કારણે દર વર્ષે ૧૦ લાખ સમુદ્ર જીવ મરી રહ્યા છે. બ્રિટનના વિજ્ઞાનીઓએ એક એવું અેન્જાઇમ વિકસિત કરી લીધું છે, જે પ્લાસ્ટિક ખાઇને ખતમ કરી દેશે. ખાસ વાત એ છે કે આ એન્જાઇમને વિજ્ઞાનીઓએ લેબમાં કામ કરતાં ભૂલમાં શોધ્યો છે. બ્રિટનની યુનિવર્સિટી ઓફ પોટ્સમાઉથના સંશોધકો વાસ્તવમાં કોલેજ લેબમાં બેક્ટેરિયા સાથે સંકળાયેલ સંશોધન કરી રહ્યા હતા ત્યારે પ્રયોગમાં એવી ભૂલ થઇ ગઇ, જેમાં આ એન્જાઇમ મળી આવ્યું. વિજ્ઞાનીઓએ તેના તરફ ધ્યાન આપ્યું તો અનોખા ગુણની જાણ થઇ.

જે પ્લાસ્ટિક સમુદ્ર કે માટીમાં ભળી ખતમ થતાં વર્ષો નીકળી જાય છે તેને આ એન્જાઇમ થોડા દિવસમાં જ ખાઇને ખતમ કરી દે છે. ભૂલમાં જ મળી ગયેલા આ એન્જાઇમને લઇ વિજ્ઞાનીઓ બહુ ઉત્સાહિત છે અને તેને વિકસિત કરવા માટે કામ પણ શરૂ કરી દીધું છે. પ્રક્રિયા સફળ રહી તો વિશ્વભરમાં પ્લાસ્ટિકથી થતા પ્રદૂષણ પર અંકુશ મૂકવામાં સફળતા મળી જશે. યુનિવર્સિટી ઓફ પોટ્સમાઉથના પ્રોફેસર જોન મેક્ગીહમે જણાવ્યું કે અમે જે એન્જાઇમ બનાવ્યું છે તે પો‌લિથિલીન ટ્રેફ્થાલેટ (પીઇટી) પ્રકારના પ્લાસ્ટિકને ખાઇને ખતમ કરવામાં સક્ષમ છે.

આ પ્રકારનું પ્લાસ્ટિક વિશ્વમાં વધુ હોય છે, કારણ કે પ્લાસ્ટિક બોટલમાં તેનો ઉપયોગ વધુ થાય છે. પીઇટી અંગે સૌથી ખરાબ વાત એ છે કે તેને નષ્ટ થવામાં પણ સૌથી વધુ સમય લાગે છે. પ્રોફેસર જોનની ટીમનો દાવો છે કે આ એન્જાઇમને એમિનો એસિડ આપીએ છીએ તો તે ડબલ સ્પીડથી પ્લાસ્ટિક ખાવા લાગે છે.

You might also like