દેશમાં મોદી મેજિક બરકરાર, હવે આટલા રાજ્યોમાં હશે BJP સરકાર

દેશમાં પીએમ નરેન્દ્ર મોદીનું મેજિક સતત અવિરતપણે ચાલી રહ્યો છે. ભાજપે ગુજરાત અને હિમાચલ પ્રદેશ પર જીત રજૂ કરતા દેશમાં પોતાનો વિજય ભવ્ય રીતે લહેરાવી દીધો છે. દેશમાં મોદી મેજિક સાથે ભાજપ અધ્યક્ષ અમિત શાહની વિશેષ રણનિતિ પણ ભારે અસર દેખાડી રહ્યું છે.

ગુજરાત અને હિમાચલ પ્રદેશનાં ચૂંટણીલક્ષી પરિણામ પીએમ મોદી અને અમિત શાહની સફળ જુગલબંધીને રજૂ કરી રહ્યાં છે. તો હવે જાણો કે દેશમાં કેટલા રાજ્યોમાં ભાજપની સરકાર કાયમ સ્થાયી થઇ ગઇ છે.

ભાજપ કેન્દ્રમાં સત્તાહીન થયા બાદ સતત હવે પોતાનું વર્ચસ્વ દેશનાં સમગ્ર રાજ્યોમાં જમાવી રહ્યું છે. ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં સરકાર બન્યા બાદ ભાજપની સરકાર દેશનાં 19 રાજ્યોમાં કાયમી થઇ ગઇ છે.

ભાજપની હવે જમ્મુ-કશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, રાજસ્થાન, યૂપી, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, આસામ, અરૂણાચલ પ્રદેશ, મણિપુર, નાગાલેન્ડ, સિક્કિમ અને ગોવામાં સરકાર સ્થાયી છે. આમાંથી 14 રાજ્યોમાં ભાજપ એકલી સત્તા પર કામ કરી રહી છે. ત્યાં સાથે 5 રાજ્યોમાં ભાજપે અન્ય દળો સાથે મળીને એનડીએની સરકાર બનાવી છે.

કોંગ્રેસની સરકાર હજી પણ બે મોટા રાજ્યોમાં એટલે કે કર્ણાટક અને પંજાબમાં સ્થાયી છે. આ સિવાય મેઘાલય અને મિઝોરમમાં પણ કોંગ્રેસની સરકાર છે. આ રીતે દેશમાં માત્ર 4 રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે. દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસની આ હાલત માટે પીએમ મોદીનાં જાદુઇ નેતૃત્વને જવાબદાર ઠેરવેલ છે.

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની તૃણમુલ કોંગ્રેસની સરકાર છે. ત્યાં બીજી બાજુ ઓરિસ્સામાં બીજુ જનતા દળની સરકાર કાયમી છે. આ જ રીતે તમિલનાડુમાં એઆઇએડીએંમની સરકાર છે. આ ત્રણ ક્ષેત્રીય દળો છે. આને અનુલક્ષીને એવું કહી શકાય કે અત્યારે દેશમાં ક્ષેત્રીય દળોનું અસ્તિત્વ કાયમ છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર છે.

ત્રિપુરા અને કેરલમાં સીપીએમ વામપંથીઓનું રાજ કાયમ છે. કેરલમાં ભાજપે સતત કોશિશ કરી છે પરંતુ એને અત્યાર સુધી પણ એને વધુ સફળતા પણ હાથ નથી લાગી. ત્રિપુરામાં ભાજપ પોતાની જનતાનો મિજાજ વધારવા માટે વિશેષ રણનીતિ બનાવી રહ્યું છે. ભાજપ પશ્ચિમ બંગાળની સાથે કેરલ અને ત્રિપુરામાં પણ નવા સમીકરણ સાધવાની કોશિશ કરી રહી છે.

You might also like