બાસ્કેટબોલ ખેલાડી પ્રતિમા સિંહે ફાસ્ટ બોલર ઈશાંતને બોલ્ડ કર્યો

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર ઈશાંત શર્માએ ગઈ કાલે અહીં સમારંભમાં બાસ્કેટબોલ ખેલાડી પ્રતિમા સિંહ સાથે સગાઈ કરી લીધી છે. ઈશાંત હાલ ટીમ ઇન્ડિયાનો હિસ્સો નથી, પરંતુ ૯ જુલાઈથી ૨૨ ઓગસ્ટ સુધી વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ માટે ટીમ સાથે જોડાઈ જશે. ઈશાંતની સગાઈ ગઈ કાલે બપોરે થઈ, જેમાં તેના પરિવાર ઉપરાંત કેટલાક મિત્રો હાજર હતા. સગાઈમાં ભારતીય મહિલા બાસ્કેટ બોલ ટીમની કેટલીક ખેલાડીઓ પણ હાજર રહી હતી. બનારસમાં જન્મેલી પ્રતિભા અને તેની બહેનો બાસ્કેટબોલમાં ‘સિંહ સિસ્ટર્સ’ તરીકે જાણીતી છે. પ્રતિમાની બહેન પ્રશાંતિ ભારતીય ટીમની કેપ્ટન છે. એક બહેન પ્રિયંકા એનઆઇએસમાં કોચ તરીકે કામ કરી રહી છે, જ્યારે દિવ્યા ભારતીય અંડર-૧૬ ટીમની કોચ છે અને આકાંક્ષા બાસ્કેટબોલની ખેલાડી છે.

You might also like