બજારમાં છવાયા બાબા રામદેવ, જાણો ‘બ્રાંડ પતંજલિ’ સાથે સંકળાયેલી 10 મહત્વપૂર્ણ વાતો

નવી દિલ્હી: યોગગુરૂ બાબા રામદેવની કંપની પતંજલિ આર્યુવેદનું વર્ષ 2015-16નું ટર્નઓવર 500 કરોડ રૂપિયા થઇ ગયું છે. કંપનીએ આગામી વર્ષ માટે 10 હજાર કરોડનું લક્ષ્ય નક્કી કર્યું છે. બાબા રામદેવે મંગળવારે દિલ્હીમાં એક પ્રેસ કોંન્ફ્રસમાં કંપનીના નવા આંકડા જાહેર કર્યા ચે.

રામદેવે કહ્યું ‘પતંજલિએ સેવા અને સિદ્ધાંતનો ખ્યાલ રાખ્યો છે. અમારા ઉત્પાદનોથી ખેડૂતોની સમૃદ્ધિ વધી. ઓછી કિંમતમાં વિશ્વ સ્તરીય ગુણવત્તા અને એક લાખથી વધુ લોકોને રોજગાર આપ્યો. અમે નવું બજાર ઉભું કર્યું. અમારી બ્રાંડની જાહેરાતમાં અશ્લીલતા, સપના અને ગ્લેમર હોતું નથી.

રામદેવે દાવો કર્યો કે દેસી બ્રાંડે વિદેશી બ્રાંડોની બેંડ બજાવી દીધી છે. તેમણે કહ્યું કે ત્રણ કંપનીઓના શીર્ષાસન ટૂંક સમયમાં થઇ જશે. રામદેવે કહ્યું ‘આગામી કેટલાક વર્ષોમાં પતંજલિના પ્રોડક્ટસની આગળ nestleનું પક્ષી ઉડી જશે, colgate નો ગેટ બંધ થઇ જશે.’

આ રહી પતંજલિ બ્રાંડ સાથે જોડાયેલી ખાસ વાતો-
– વર્ષ 2015-16નું ટર્નઓવર-5000 કરોડ. કંપની ઇન્ટરનેશનલ બ્રાંડસને ટક્કર આપી રહી છે.
– વર્ષ 2016-17 માટે 10000 કરોડના ટર્નઓવરનો ટાર્ગેટ.
– 1 માર્ચ 2012માં ઓપન માર્કેટમાં આવેલી કંપનીએ 4 વર્ષમાં 1100 ટકાનો ગ્રોથ પ્રાપ્ત કર્યો.
– 2011-12 કંપનીનું ટર્નઓવર 446 કરોડ રૂપિયા હતા.
– પતંજલિની પાસે હાલમાં 40,000 ડિસ્ટ્રીબ્યૂટર, 10,000 સ્ટોર અને 100 મેગા સ્ટોર તથા રીટેલ સ્ટોર છે.
– પતંજલિ 100 કરોડ રૂપિયાથી વધુ યોગના રિસર્ચ પર ખર્ચ કરે છે.
– 500 કરોડ રૂપિયા ગાયોની સેવા અને વૈદિક તથા આધુનિક શિક્ષા માટે.
– ગાયના ઘીનું નવું માર્કેટ ઉભું કર્યું, ટર્ન ઓવર 1308 કરોડ થયું.
– દંતકાંતિનું ઉત્પાદન 425 કરોડ રૂપિયાનું.
– કેશકાંતિનો બિઝનેસ 325 કરોડ રૂપિયાનો.

You might also like