જાણો, ચૂંટણી બાદ રાજ્યસભામાં કેવી પલટાઇ ગયું સીટોનું ગણિત?

રાજ્યસભાની 7 રાજ્યોની 57 સીટોની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ઉપરી સદનમાં ભાજપ અને કોંગ્રેસનું ગણિત બદલાઇ ગયું છે. ભાજપ આ ચૂંટણીમાં સૌથી વધુ ફાયદામાં રહી તો કોંગ્રેસને નુકસાન સહન કરવું પડે. 57માંથી 30 સીટો પર તો ઉમેદવાર પહેલાં જ નિર્વિરોધ ચૂંટાયા છે. ફક્ત 27 પર જ મતદાન થયું.

જાણો 57 સીટોના પરિણામથી કેવી રીતે બદલાયું રાજ્યસભાનું ગણિત….

પહેલીવાર ભાજપ 50ને પાર
ખાલી થયેલી 57માંથી 14 સીટો ભાજપ પાસે હતી. પરંતુ ચૂંટણી બાદ 17 સીટો પર કમળ ખીલી ગયું. હરિયાણાથી સુભાષ ચંદ્ર પણ ભાજપના સમર્થનથી જીત્યા. જો તેમને પણ સામેલ કરવામાં આવે તો ભાજપને આ વખતે 4 સીટોનો ફાયદો થયો. હવે રાજ્યસભામાં ભાજપની કુલ સીટો 54 થઇ ગઇ અને તેણે પહેલીવાર સદનમાં 50નો આંકડો પાર કરી લીધો.

કોંગ્રેસને નુકસાન
કોંગ્રેસ પહેલીવાર 60ની અંદર સમેટાઇ ગઇ છે. ખાલી થયેલી 14 સીટો તેની પાસે હતી, પરંતુ ચૂંટણી બાદ તેને ફક્ત 9 સીટો જ મળી. એટલે કે પાંચ સીટોનું મોટું નુકસાન, 60 સીટોની સાથે કોંગ્રેસ હજુ પણ રાજ્યસભામાં સૌથી મોટી પાર્ટી છે, પરંતુ ઉપરી સદનમાં ભાજપની વધતી જતી તાકાતથી પાર્ટીની અંદર ખલબલી મચવી સ્વભાવિક છે.

યૂપીએથી આગળ એનડીએ
ભાજપ, ટીડીપી, અકાળી દળ, શિવસેના, પીડીપી, આરપીઆઇ, બોડોલેંડ, પીપલ્સ ફ્રંટ, નાગાલેંડ પીપલ્સ ફ્રંટ અને સિક્કિમ ડેમોક્રેટિક ફ્રંટને મિલાવીને એનડીએ રાજ્યસભામાં 72ના આંકડા પર છે, પરંતુ યૂપીએની પાસે આ સદનમાં ડીએમકે, કેરલ કોંગ્રેસ અને મુસ્લિમ લીગની સીટો મળીને 66 સીટો જ થાય છે. એનડીએની તાકાત લોકસભા બાદ હવે રાજ્યસભામાં પણ વધી રહી છે, જ્યારે યૂપીએ બંને સદનોમાં નબળી થતી જાય છે.

સપા અને બીજી પાર્ટીઓ થઇ મજબૂત
ભાજપ બાદ આ ચૂંટણીમાં સૌથી વધુ ફાયદામાં મુલાયમ સિંહ યાદવની સમાજવાદી પાર્ટી રહી. 4 સીટોના ફાયદાની સાથે સપાનો રાજ્યસભામાં આંકડો 19 સુધી પહોંચી ગયો છે અને તે સદનમાં ત્રીજી મોટો પાર્ટી છે. માયાવતીની બસપાએ આ ચૂંટણીમાં 4 સીટો ગુમાવી દીધી છે. ભાજપ અને કોંગ્રેસ માટે 245 સભ્યોવાળી રાજ્યસભાની ચૂંટણીમાં પોતાના દમ પર કોઇ પણ બિલ પાસ કરાવવું સંભવ નથી. સપા, એઆઇડએડીએમકે (13), જેડીયૂ (10) અને તૃણમૂલ કોંગ્રેસ (12) હાલ રાજ્યસભામાં કિંગમેકરની સ્થિતિમાં છે.

છત્રપતિ શિવાજીના વંશજ નામાંકિત
મરાઠા શાસક છત્રપતિ શિવાજીના વંજજ અને સમાજસેવી સંભાજી રાજે છત્રપતિને રાજ્યસભા માટે નામાંકિત કરવામાં આવ્યા છે. અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રમુખ પ્રણવ પંડ્યાએ નોમિનેશનો પ્રસ્તાવ નકારી કાઢ્યો હતો, ત્યારબાદ સંભાજી રાજેને રાજ્યસભા માટે નામાંકિત કરવામાં આવ્યા.

You might also like