રાહુલ ગાંધીને રાષ્ટ્રગીત ગાતા જોવા માંગુ છુ : અનુપમ

વડોદરા : સિનેમાહોલમાં રાષ્ટ્રગીત ગાવાના મુદ્દે ચાલી રહેલી વિવાદ વચ્ચે પ્રખ્યાત બોલિવુડ અભિનેતા અનુપમ ખેરે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે હું રાહુલ ગાંધીને રાષ્ટ્રગીત ગાતા જોવા માંગુ છું. અનુપમ ખેરે વડોદરામાં મોટિવેશનલ લેક્ચર દરમિયા આ વાત ઉછ્ચારી હતી. તેમણે કહ્યું કે તેઓ રાહુલ ગાંધીની યાદશક્તિ ચેક કરવા માંગે છે.

પદ્મ શ્રી અને પદ્મ ભૂષણથી સન્માનિત અનુપમ ખેરે કહ્યું કે ,રાહુલ ગાંધીની યાદશક્તિ અને ભારતીય નાગરિકતા અંગે મને શંકા છે. પરંતુ હું તેમને રાષ્ટ્રગીત ગાતા જોવા ઇચ્છુ છું. જાણવા માંગુ છું કે તેમને શબ્દો યાદ પણ છે કે કેમ. તેઓ વડોદરામાં ચેમ્બર ઓફ કોમર્સ અએન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજીત ટ્રેડ શોમાં એક મોટિવેશનલ લેક્ચર પ્રોગ્રામમાં ભાગ લેવા માટે આવ્યા હતા.

કાર્યક્રમના એનાઉન્સરે તેને સ્ટેજ પર આમંત્રીત કરતા પહેલા તેમની સિદ્ધીઓનું વર્ણન કર્યું હતું. જેથી સ્ટેજ પર આવીને અનુપમ ખેરે કહ્યું કે મને સાચો દેશભક્ત કહો એટલું જ બસ છે. ઘણી વખત મોદી સરકારનાં નોટબંધીના નિર્ણયનાં પણ વખાણ કર્યા હતા. આ પગલાને ઐતિહાસિક ગણાવ્યું હતું. ખેરે કહ્યું કે હવે બસ થોડો સમય રાહ જુઓ અચ્છે દિન આનેવાલે હૈ.

You might also like