ડોકલામ મુદ્દે સુષ્મા બોલ્યા, યુદ્ધથી નહી પરંતુ વાતચીતથી આવશે ઉકેલ

નવીદિલ્હી : સંસદમાં ગુરૂવારે વિદેશ નીતિ પર ચર્ચા થઇ. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે વિપક્ષી દળોનાં આરોપો પર જોરદાર હૂમલો કર્યો. ડોકલામ વિવાદ અંગે વિપક્ષે આરોપોનાં જવાબ આપતા સુષ્માએ કહ્યું કે કોઇ સમસ્યાનો ઉકેલ યુદ્ધ નથી. તેમણે કહ્યું કે, દ્વિપક્ષીય ચર્ચાથી જ આ મુદ્દાનો ઉકેલ આવશે. તેમણે કહ્યું કે ભારત ધેર્ય અને સંયમની સાથે કામ કરી રહ્યા છે.

સુષ્મા વિપક્ષી નેતાઓને ચીની રાજદૂતને મળવા અંગે પણ રોષ પ્રકટ કર્યો હતો. તેમણે રાજ્યસભામાં ચર્ચાનો જવાબ આપતા કહ્યું કે, વિપક્ષનાં નેતા ચીની રાજદૂતને શા માટે મળ્યા ? વિપક્ષનાં નેતાને પહેલા ભારતનો પક્ષ જાણવો જોઇતો હતો. અમે ડોકલામ વિવાદ પર તમામ લોકોને માહિતી આપી હતી. હવે યુદ્ધ લડવાનો યુગમ બદલી ગયો છે. યુદ્ધ બાદ પણ વાતચીત જરૂરી છે.

વિદેશમંત્રીએ કહ્યું કે વિપક્ષ કહે છે કે ભારત આંતરરાષ્ટ્રીય સંબંધોમાં એકલુ પડી ગયું છે, પરંતુ તે જણાવે કે શું સાચુ છે ? તેમણે કહ્યું કે આ પાયાવિહોણી વાત છે. વિપક્ષ જ જણાવે કે કયા પાડોશી દેશ સાથે આપણા સંબંધો ખરાબ છે. આજે અમેરિકા, રશિયા, બ્રિટન, શ્રીલંકા, બાંગ્લાદેશ જેવા દેશોની સાથે ભારતનાં સંબંધો ખુબ જ મજબુત છે.

You might also like