કાશ્મીરના હિમ પ્રપાતથી ગુજરાતમાં શીત લહર

અમદાવાદ: જમ્મુ કાશ્મીરમાં હિમ વર્ષા થઇ રહી છે. શ્રીનગર, લેહ સહિતનાં કેટલાંક શહેરમાં ઠંડીનો પારો શૂન્યથી પણ નીચે ગબડયો છે. અા હિમ પ્રપાતથી ગુજરાત પણ ઠંડીથી થથરી રહ્યું છે. લાંબા સમય બાદ રાજ્યમાં ઠંડીનો અહેસાસ થયો છે. સામાન્ય રીતે માગશર માસ કડકડતી ઠંડીનો ગણાય છે, પરંતુ આ વખતે માગશર પણ લગભગ વિદાય લઇ રહ્યો છે તેમ છતાં અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર નહિવત જ રહ્યું હતું, પરંતુ હવે ઉત્તર ભારતના જમ્મુ-કાશ્મીરમાં બરફથી ચાદર પથરાતાં ગઇ કાલ સાંજથી અમદાવાદના માહોલમાં ઠંડક વર્તાઇ રહી છે.

સ્થાનિક હવામાન વિભાગની કચેરીનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ આજે અમદાવાદમાં ૧૧.૬ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે જે સામાન્ય કરતાં એક ડિગ્રી ઓછું છે. આગામી દિવસોમાં પણ શહેરમાં ઠંડીનું પ્રમાણ વધશે. જ્યારે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ૧૦.ર ડિગ્રી, ડીસામાં ૧ર.૩, વડોદરામાં ૧૧.પ, સુરતમાં ૧૬.૦, રાજકોટમાં ૧પ.૧, ભાવનગરમાં ૧પ.પ, ભૂજમાં ૧પ.૮, દ્વારકામાં ૧૮.ર, સુરેન્દ્રનગરમાં ૧૪.૪, અમરેલીમાં ૧ર.૭, મહુવામાં ૧૩.૯, વલસાડમાં ૧ર.૧ અને દીવમાં ૧૩.૧ ડિગ્રી સેલ્શિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતંુ. જ્યારે નલિયામાં ૯.૪ ડિગ્રી સેલ્શિયસ લઘુતમ તાપમાન નોંધાતાં આ શહેર આજે રાજ્યનું સૌથી ઠંડુંગાર શહેર બન્યું હતું.
http://sambhaavnews.com/

You might also like