સંસદમાં પ.બંગાળ સેનાની તૈનાતી પર હોબાળો, પર્રિકરે ગણાવ્યો અભ્યાસ

નવી દિલ્હીઃ લોકસભામાં TMC સાંસદોએ બંગાળમાં સેનાના બંદોબસ્તનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેનો જવાબ રક્ષામંત્રી મનોહર પર્રિકરે આપ્યો હતો તેમણે કહ્યું હતું કે સેનાને રાજનીતિ સાથે જોડવામાં ન આવે. આ એક નિયમીત અભ્યાસ હતો. તેને ખોટો મુદ્દો બનાવવામાં ન આવે. પર્રિકરે વધુમાં જણાવ્યું હતું કે પોલીસ સાથે મળીને સેનાએ આ અભ્યાસ કર્યો હતો. આ રીતનો અભ્યાસ 19 અને 21 નવેમ્બર વર્ષ 2015માં પણ થયો હતો. પર્રિકરે જણાવ્યું છે કે મમતા દ્વારા સેના પર લગાવવામાં આવેલ આરોપ ખૂબ જ દુઃખદાયી છે. આ મુદ્દો રાજનીતિક હતાશાને કારણે ઉઠાવવામાં આવ્યો છે.

આ અંગે સેનાના મેજર જનરલ સુનીલ યાદવે આરોપને નકારતા કહ્યું છે કે મમતા બેનર્જીના આરોપ પાયા વિહોણા છે. આ એક સામાન્ય અભ્યાસ છે. ગત વર્ષે પણ અમે આ રીતનો અભ્યાસ કર્યો હતો. બસપા પ્રમુખ મયાવતીએ આ અંગે કહ્યું છે કે બંગાળના સીએમ સાથે ખોટુ થઇ રહ્યું છે. આ સંવિધાન પર એક મોટો હુમલો છે. સેનાનું રાજનીતિકરણ ન કરવું જોઇએ. તો વૈક્યા નાયડુએ કહ્યું છે કે આ એક સંવેદનશીલ મામલો છે, કારણકે આ સેના સંબંધી છે. આપણે મહત્વપૂર્ણ મુદ્દાઓ પરથી ધ્યાન ન હટાવવું જોઇએ. કોંગ્રેસના ગુલાબ નબી આઝાદે જણાવ્યું છે કે આ અલગ રીતનો મામલો છે. સેના ટોલ એકત્ર નથી કરતી? પશ્ચિમ બંગાળમાં સેનાને તૈનાત કરવા અંગે કોઇ જ કાયદાકીય જોગવાઇ નથી.

home

You might also like