ઠંડીમાં સવારે નથી ખુલતી આંખો, તો અપનાવો આ ઉપાય

ઠંડીમાં એટલે કે શિયાળામાં સવારે વહેલું ઊઠવાનું સૌથી મોટું કામ હોય છે, સવારે આંખો ખુલતી નથી અને ઊંઘના ચક્કરમાં આખો દિવસ ખરાબ થઇ જાય છે. નોકરી કરતાં લોકો જોબ પર પણ સમયસર પહોંચી શકતાં નથી. તો અમે તમને જણાવી રહ્યા છીએ સવારે વહેલા ઊઠવાની ટિપ્સ.

સવારે ઊઠવા માટે સૌથી જરૂરી હોય છે કે તમે રાતે તમારી ઊંઘ પૂરી કરો, એટલે સૂતા પહેલા તમારા બેડ પર મોબાઇલ અને ટેબલેટ લઇને સૂઇ જશો નહીં. કારણ કે જો તમારો મોબાઇલ પર સમય પસાર થશે તો સમયસર સૂઇ શકશો નહીં.

રાતે વધારે ખાવાનું ખાશો નહીં, અને જમ્યા બાદચા કોફી બિલકુલ પીશો નહીં, એનાથી જલ્દી ઊંઘ આવતી નથી.

સવારે વહેલા ઊઠવા માટે સૌથી જરૂરી છે કે તમે પોતાની જાતને એના માટે માનસિક રૂપથી તૈયાર કરી દો. એવું કરવાથી કોઇએ તમને ઊઠાડવા માટે જાગવાની જરૂર નથી.

તમારું એલાર્મ હંમેશા પલંગથી થોડું દૂર રાખો, કારણ કે એનાથી એલાર્મ વાગવા પર તમે તેને બંધ કરવા ઊઠશો તો તમારી ઊંઘ બગડી જશે.

સૂતા પહેલા થોડું ચાલવાનું રાખો, કારણ કે બહારની શુદ્ધ અને તાજી હવા તન અને મન બંનેને માટે સારી છે. આ તમારા શરીરમાં ઓક્સીજન લેવલને વધારે છ, જેનાથી તમે વધારે ઊંઘ લઇ શકો છો અને વધારે ઊંઘ લઇ શકો છો અને પોતાની જાતને ફ્રેશ અનુભવો છો.

You might also like