શિયાળામાં હાર્ટ અેટેકનું પ્રમાણ શા માટે વધે છે?

જેમનું હૃદય ઓછું કામ કરતું હોય, બ્લડ-પ્રેશરની તકલીફ હોય એવા લોકોએ શિયાળામાં વહેલી સવારે ઊઠીને કસરત કરવામાં ધ્યાન રાખવું જોઈએ. વહેલી સવારે ઠંડીમાં કસરત કરવા જનારને હાર્ટ એટેક અાવવાનું જોખમ વધી જાય છે. એની પાછળનાં ત્રણ મુખ્ય ફેક્ટર્સ વિશે કલકત્તાની ફોર્ટિસ હોસ્પિટલના નિષ્ણાતોનું કહેવું છે કે જ્યારે બહારનું તાપમાન ઘટી જાય ત્યારે શરીરનું અંદરનું તાપમાન પણ ઘટે છે. બીજું, ઠંડીમાં સૂર્યપ્રકાશ ઓછો દેખાય છે જેને કારણે વિટામિન-ડીની ઉણપ અા સીઝનમાં વધી જાય છે. અને ઠંડકને કારણે લોહી ઘટ થતું હોવાથી રક્તવાહિનીઓમાં એનું ભ્રમણ થવામાં મુશ્કેલી અાવે છે.
http://sambhaavnews.com/

You might also like