અમદાવાદમાં ઠંડીનો કહેર યથાવત્

અમદાવાદ: અમદાવાદમાં આજે પણ ઠંડીનો કહેર યથાવત્ રહ્યો હતો. સવારે શીતાગાર પવન સાથેની ઠંડીથી નાગરિકો ધ્રુજી ઊઠ્યા હતા. હજુ બે-ત્રણ દિવસ શિયાળાની ઠંડી અનુભવાશે તેવી હવામાન વિભાગની આગાહી છે.શહેરમાં ગઇ કાલે ઠંડીનો પારો ૧૦ ડિગ્રીથી પણ નીચે ગગડીને છેક ૯.૬ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાને જઇને અટક્યો હતો. ગઇ કાલની તુલનામાં આજે ઠંડીની તીવ્રતા આંકડાની દૃષ્ટિએ કંઇક અંશે ઘટી છે, જોકે આજના ૧૦.ર ‌ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાનથી નાગરિકોને ખાસ રાહત પણ નથી, કેમ કે આ લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ૪ ડિગ્રી ઓછું છે.

જ્યારે શહેરનું ગઇ કાલે મહત્તમ તાપમાન ર૯.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય તાપમાન જેટલું જ હતું.
રાજ્યનાં અન્ય પ્રમુખ શહેરોની ઠંડી તપાસતાં ‌નલિયા ૬.૮, સુરત ૧૬.૭, ભૂજ ૧ર.૪, રાજકોટ ૧ર.૩, વડોદરા ૧૩.૬ અને ડીસામાં ૧૧.૦ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.

http://sambhaavnews.com/

You might also like