જીત અને મેચ ફી કેરળના પૂરપીડિતોને અર્પણઃ વિરાટ કોહલી

નોટિંગહમઃ ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં ૨૦૩ રનની વિરાટ જીત હાંસલ કર્યા બાદ કેપ્ટન વિરાટ કોહલીએ જીતને કેરળના પૂરપીડિતોને સમર્પિત કરી છે. ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ પોતાની મેચ ફી પણ કેરળના પૂરગ્રસ્તોને દાન કરશે. ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને પ્રતિટેસ્ટ મેચ લગભગ રૂ. ૧૫ લાખ મળે છે.

બધા ખેલાડીઓની મેચ ફીનો સરવાળો કરવામાં આવે તો ટીમ ઇન્ડિયા લગભગ બે કરોડ રૂપિયાનું દાન કરશે. વિરાટે જીત મેળવ્યા બાદ કહ્યું, ”ટીમ તરીકે અમે અમારી જીતને કેરળના પૂરગ્રસ્તોને અર્પણ કરવા માગીએ છીએ. શ્રેણીમાં જળવાઈ રહેવા માટે અહીં જીત મેળવવી બહુ જ જરૂરી હતી.”

ઉલ્લેખનીય છે કે કેપ્ટન તરીકે વિરાટ છઠ્ઠી વાર ટેસ્ટ મેચમાં મેન ઓફ ધ મેચ બન્યો. તે ટેસ્ટમાં ભારતનો સૌથી વધુ વાર મેન ઓફ ધ મેચનો પુરસ્કાર મેળવનારો કેપ્ટન બની ગયો છે.

You might also like