ભારતની યજમાનીથી ફિફા ખુશ: વિન્ડસર જોન

કોલકાતાઃ એશિયન ફૂટબોલ સંઘ (એએફસી)ના મહાસચિવ દાતો વિન્ડસર જોને કહ્યું કે ભારતે અંડર-૧૭ વિશ્વકપનું જે રીતે આયોજન કર્યું છે એનાથી ફિફા બહુ જ ખુશ છે.

વિન્ડસર જોને વધુમાં જણાવ્યું, ”એક દેશ માટે આટલી મોટી ટૂર્નામેન્ટનું આયોજન કરવું આસાન નથી હોતું. મને લાગે છે કે ફિફા તરફથી જે પ્રકારની પ્રતિક્રિયા અમને મળી છે એના પરથી લાગે છે કે સંસ્થા ભારતમાં ફિફા અંડર-૧૭ વિશ્વકપના આયોજનથી બહુ જ ખુશ છે.” ગઈ કાલે બ્રાઝિલ અને ઈંગ્લેન્ડ વચ્ચેના મુકાબલા દરમિયાન વિન્ડસરે કહ્યું, ”કેટલાક મુદ્દા વચ્ચે ઊઠ્યા હતા, પરંતુ એકંદરે બધું શાનદાર રહ્યું છે.” ગૌહાટીના ઇન્દિરા ગાંધી એથ્લેટિક્સ સ્ટેડિયમથી બ્રાઝિલ અને ઈંગ્લેન્ડની સેમિ ફાઇનલ મેચને કોલકાતા શિફ્ટ કરાવવા અંગે તેમણે જણાવ્યું, ”કોઈ પણ ફૂટબોલ મેચનાં આયોજનમાં આધારભૂત સંરચના મહત્ત્વની હોય છે. આ મેદાન અને સ્ટેડિયમથી શરૂ થાય છે. ખરાબ હવામાનને કારણે ગૌહાટી સ્ટેડિયમનું મેદાન ખરાબ સ્થિતિમાં રહ્યું, પરંતુ આ ટૂર્નામેન્ટનું આયોજન ફક્ત ભારત માટે જ નહીં, સમગ્ર એશિયા માટે સકારાત્મક રહ્યું છે.”

You might also like