બ્રાઝિલમાં બરફ-વરસાદના તોફાનથી બે વ્યક્તિનાં મોત

સાઓ પાઉલો: દક્ષિણ બ્રાઝિલમાં ભારે વરસાદ અને બરફના તોફાનના કારણે ભારે અફરાતફરી મચી છે, જેમાં બે વ્યકિતનાં મોત થયાં છે, જ્યારે ૧૦થી વધુ લોકો લાપતા થઈ ગયા છે. સતત વરસાદથી અનેક વિસ્તારમાં પૂરનાં પાણી ફરી વળ્યાં છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

આ અંગે સ્થાનિક ટીવી ચેનલના ફૂટેજમાં દર્શાવવામાં આવ્યું છે કે બ્રાઝિલના દક્ષિણ રાજ્ય રિયો ગ્રાન્ડની રાજધાની સુ સુલની ગલીઓ અને રોડ પર પૂરનાં પાણી ફરી વળ્યાં છે. રાતભર ચાલુ રહેલા વરસાદ અને બરફના તોફાનના કારણે અનેક મકાનનો નાશ થયો છે.

http://sambhaavnews.com/

You might also like