કચ્છમાં વિન્ડ ફાર્મા દ્વારા વીજ ઉત્પાદનના લક્ષ્યાંકો પાર પડાશે

અંજાર : વડાપ્રધાનના સૌર ઊર્જાના લક્ષ્યાંકોને સુઝલોન કંપની પૂર્ણ કરશે તેવો આશાવાદ આ કંપનીના સી.એમ.ડી. તુલસીએ એક વિડિયો કોન્ફરન્સમાં વ્યક્ત કર્યો હતો. અને વિન્ડ ફાર્મ ઊભું કરાશે. જેથી ઊર્જાક્ષેત્રે નવા શિખર પાર કરવા સુઝલોન કંપની કટિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું.

પવન ઊર્જા બજારમાં વધુને વધુ ઊંચાઇના શિખરો સર કરવા સુઝલોન કંપની કટિબદ્ધ હોવાનું આ ગ્રૂપના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર તુલસી તંતીએ વિડિયો કોન્ફરન્સમાં જણાવ્યું હતું. તેમજ આગામી વર્ષમાં કંપની કચ્છના શિક્ષિત બેરોજગારીને રોજગારી આપવા અંગે કટિબદ્ધતા દર્શાવી હતી.

દક્ષિણ અને પશ્ચિમ ભારતના અરબી સમુદ્ર અને ઉત્તર પૂર્વીય ભાગોમાં નાના અને મોટા રણથી ઘેરાયેલા કચ્છમાં ઊર્જા ક્ષેત્રે અગ્રસર રહેલી સૂઝલોન કંપની દ્વારા કચ્છ જિલ્લાના આંબલિયારા, શિલાઇ, શિકારપુર, ચોરાડાઇ, ભાદા, નાની સિંધેલી, જખૌ, વાકુ જામથડા, સુથરી સહિતના વિસ્તારોમાં વિન્ડફાર્મ ધરાવતા સુઝલોન કંપનીના એમ.ડી. તંતીએ વિડિયો કોન્ફરન્સ યોજીને વિગતો આપતા જણાવ્યું હતું કે, કંપનીમાં સૌ પ્રથમ લંકેડામાં ટર્બાઇન કંપનીમાં સૌ પ્રથમ લંકેડામાં ટર્બાઇન ૧૨૫૦ કિલોવોટનો પ્રોજેક્ટ અમલી બનાવ્યો હતો.

You might also like