‘મિશન મુદ્રા’માં કામ કરો, ભૂલ નહીં ચાલે: નરેન્દ્ર મોદી

નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ શાસિત રાજ્યાનો મુખ્યપ્રધાનોને ગરીબોનું દિલ જીતવાની સલાહ આપી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સમાપન સંબોધનમાં જણાવ્યું હતું કે ગરીબોના કલ્યાણની યોજનાઓ પર અસરકારક અમલમાં ભાજપ શાસિત રાજ્યોના બધા મુખ્યપ્રધાનો એક મિશનથી કામ કરે. તેમણે જણાવ્યું હતું કે ઝડપી ગતિએ વિકાસ માટે રાજ્યોએ અનેક મોરચા પર કામ કરવુ પડશે.

શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે બેઠક યોજી હતી. આ બેઠકનું ઉધ્ધાટન ભાજપ અધ્યક્ષ અમિત શાહે કર્યું હતું. મુખ્યપ્રધાનોની એક દિવસીય બેઠકમાં ગરીબ અને ખેડૂતોના કલ્યાણ, મહિલા સશક્તિકરણ, યુવા અને રોજગાર સહિત છ વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, ઝારખંડના મુખ્યપ્રધાન રઘુવર દાસ અને પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વિપય સહશ્રબુદ્ધે ગરીબ કલ્યાણ એજન્ડા તૈયાર કરશે.

You might also like