ફાઇનલમાં પહોંચીશ તો શનિવારનાં મારાં લગ્ન મોકૂફ: સિબુલ્કોવા

લંડન: સ્લોવાકિયાની ડોમિનિકા સિબુલ્કોવાએ ત્રીજી ક્રમાંકિત એગ્નેસ્ઝાએ પોતાના જબરદસ્ત સર્વ વડે રેડવેનસ્કાને ૬-૩, ૫-૭, ૯-૭થી હરાવી વિમ્બલ્ડન ચેમ્પિયનશિપની ક્વોર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યા પછી હવે શનિવારે પોતાનાં લગ્ન કદાચ મુલતવી રાખવા પડશે.

જે દિવસે મહિલા સિંગલ્સની ફાઇનલ મેચ રમાનાર છે તે દિવસે તેના મિસો નેવેરા સાથે બ્રેટિસલેવામાં થનારાં લગ્નની બધી તૈયારીઓ થઈ ચૂકી છે અને લગ્નની તારીખ સિબુલ્કોવાએ ગ્રાસ કોર્ટ પર ઈસ્ટબોર્ન ટેનિસ સ્પર્ધા જીતતાં પહેલાં નક્કી કરી લીધી હતી અને હવે તેણે સૌથી વિમ્બલ્ડનમાં છેલ્લી આઠ ખેલાડીઓમાં પ્રવેશ કર્યો છે. “હું મારી જાતને ગ્રાસ કોર્ટ પરની રમતની બહુ સારી ખેલાડી ન માનતી હતી, જેથી અમે લગ્નની તારીખ અગાઉ જ નક્કી કરી હતી, પણ ઈસ્ટબોર્ન સ્પર્ધા જીતવા અને વિમ્બલ્ડનમાં ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડમાં પ્રવેશ કર્યા પછી હું હવે મારો વિચાર બદલીશ, પણ આ બહુ મોટી સમસ્યા નથી અને લગ્ન હું મુલતવી રાખી શકું છું.” એમ સિબુલ્કોવાએ કહ્યું હતું.

You might also like