Categories: Sports

102 વર્ષની ઉંમરે પણ વિલી ગોલ્ફ રમે છે

લંડનઃ વિશ્વના સૌથી મોટી ઉંમરના સક્રિય ગોલ્ફ ક્લબ સભ્ય વિલી કુથબર્ટ વર્ષ ૧૯૨૬થી ગોલ્ફ રમી રહ્યા છે અને તેમનો હાલમાં નિવૃત્તિ લેવાનો કોઈ જ ઇરાદો નથી. વિલી હજુ પણ હાથની બનેલી વૂડન  સ્ટિકનો ઉપયોગ કરી રહ્યા છે, જે તેમણે ૧૯૩૮માં ૧.૦૫ પાઉન્ડમાં ખરીદી હતી. ૧૦૨ વર્ષીય વિલી સત્તાવાર રીતે વિશ્વના સૌથી મોટી ઉંમરના સક્રિય ગોલ્ફ સભ્ય છે.

વિલી ડુનબાર્ટોનશાયરમાં કિર્કિન્ટીલોચ ગોલ્ફ ક્લબમાં ૧૯૨૦ના દાયકાથી રમી રહ્યા છે. ક્લબ તરફથી જણાવાયું કે તેઓ હજુ પણ સારો શોટ લગાવી શકે છે. એ દિવસોમાં આ સૌથી લોકપ્રિય ગોલ્ફ ક્લબ હતી. યુવાનો હવે આવી ક્લબને પસંદ કરતા નથી, જોકે હવે તેઓ સારી રીતે રમી શકતા નથી, તેમ છતાં વિલી વર્ષ દરમિયાન કેટલાક રાઉન્ડ રમવા જરૂર આવે છે. તેઓ ખુદ પોતાના કડક ટીકાકાર છે. વિલી કહે છે, ”ગોલ્ફમાં તમે જે હાંસલ કરો છો એ જ મળે છે.”

વિલીના પિતાએ તેમને ૧૧મું ધોરણ પાસ કર્યા બાદ પુરસ્કારના રૂપમાં ક્લબનું સભ્યપદ અપાવ્યું હતું. આ વાત યાદ કરતાં વિલીએ કહ્યું, ”હું ભાગ્યશાળી હતો. હું બહુ નાની ઉંમરથી જ ગોલ્ફમાં સારા શોટ લગાવતો હતો.” વિલી પોતાના ઘેરથી ક્લબ સુધી સાઇકલ પર અથવા ચાલીને જતા હતા. વિલીએ જણાવ્યું, ”જ્યારે મેં ક્લબ જવાનું શરૂ કર્યું એ સમયે કાર કે આવવા-જવા માટે કોઈ સાધન નહોતું. ફક્ત શનિવારે એક બસ ક્લબ સુધી જતી હતી.”

વિલીએ ગોલ્ફ પ્રત્યેની દીવાનગીને પોતાના પરિવારમાં પણ જગાવી છે. તેમની ભત્રીજી મોઇરા ફોરમેન (ઉં.વ. ૬૪)નું માનવું છે કે કાકા વિલી તેને આ ઉંમરે પણ હરાવી શકે છે. મોઇરાએ કહ્યું, ”તેઓ આ ઉંમરે પણ સારા શોટ લગાવી શકે છે. તેઓ હજુ પણ મને હરાવી શકે છે, ખાસ કરીને તેમની નાની ગેમમાં, જે તેમની ઉંમરની વ્યક્તિ માટે ગજબનાક વાત છે.”

divyesh

Recent Posts

ચીનને પણ સબક શીખવવાનો સમય પાકી ગયો છે

ચીને ભારતીય હિત અને આંતરરાષ્ટ્રીય જનમતની વિરુદ્ધ જઇને પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદના સૂત્રધાર મસૂદ અઝહરને ચોથી વખત બચાવીને પુરવાર…

18 hours ago

હિંદી સિનેમાનો 106 વર્ષનો ઈતિહાસ બરબાદ થયોઃ 31 હજાર ફિલ્મની ઓરિજિનલ રીલ નષ્ટ થઈ

(એજન્સી)મુંબઇ: નેશનલ ફિલ્મ આર્કાઇવ્ઝ ઓફ ઇન્ડિયા (એનએફએઆઇ)ને લઇને કેગે એક રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટ મુજબ એનએફએઆઇએ લગભગ ૩૧…

19 hours ago

ડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: યાત્રાધામ ડાકોર રણછોડરાય મંદિરમાં આજે ફાગણ સુદ પૂર્ણિમા નિમિતે દર્શનાર્થીઓનું ઘોડાપુર ઊમટયાં છે પૂર્ણિમા પ્રસંગે વહેલી સવારે…

19 hours ago

બાળકોને હિંદી-અંગ્રેજી શીખવવા માટે ગૂગલે લોન્ચ કરી બોલો એપ

(એજન્સી)નવી દિલ્હી: ગૂગલે થોડા દિવસ પહેલાં નવી એપ બોલો લોન્ચ કરી છે. આ એપ પ્રાથમિક વિદ્યાલયોનાં બાળકોને હિંદી અને અંગ્રેજી…

19 hours ago

એર સ્પેસ બંધ હોવાથી ભારતે જુનિયર ડેવિસ કપ અને ફેડ કપની યજમાની ગુમાવી

(એજન્સી) નવી દિલ્હી: બાલાકોટ હવાઈ હુમલા બાદ પાકિસ્તાનનો એર સ્પેસ બંધ હોવાના કારણે ભારતે જુનિયર ડેવિસ કપ અને ફેડ કપ…

20 hours ago

હવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય

(એજન્સી)નવી દિલ્હી: હવે ટૂંક સમયમાં રેલવેમાં પ્રવાસ કરતા યાત્રીઓને ટ્રેન મોડી પડવાની મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. તેનું કારણ એ…

20 hours ago