102 વર્ષની ઉંમરે પણ વિલી ગોલ્ફ રમે છે

લંડનઃ વિશ્વના સૌથી મોટી ઉંમરના સક્રિય ગોલ્ફ ક્લબ સભ્ય વિલી કુથબર્ટ વર્ષ ૧૯૨૬થી ગોલ્ફ રમી રહ્યા છે અને તેમનો હાલમાં નિવૃત્તિ લેવાનો કોઈ જ ઇરાદો નથી. વિલી હજુ પણ હાથની બનેલી વૂડન  સ્ટિકનો ઉપયોગ કરી રહ્યા છે, જે તેમણે ૧૯૩૮માં ૧.૦૫ પાઉન્ડમાં ખરીદી હતી. ૧૦૨ વર્ષીય વિલી સત્તાવાર રીતે વિશ્વના સૌથી મોટી ઉંમરના સક્રિય ગોલ્ફ સભ્ય છે.

વિલી ડુનબાર્ટોનશાયરમાં કિર્કિન્ટીલોચ ગોલ્ફ ક્લબમાં ૧૯૨૦ના દાયકાથી રમી રહ્યા છે. ક્લબ તરફથી જણાવાયું કે તેઓ હજુ પણ સારો શોટ લગાવી શકે છે. એ દિવસોમાં આ સૌથી લોકપ્રિય ગોલ્ફ ક્લબ હતી. યુવાનો હવે આવી ક્લબને પસંદ કરતા નથી, જોકે હવે તેઓ સારી રીતે રમી શકતા નથી, તેમ છતાં વિલી વર્ષ દરમિયાન કેટલાક રાઉન્ડ રમવા જરૂર આવે છે. તેઓ ખુદ પોતાના કડક ટીકાકાર છે. વિલી કહે છે, ”ગોલ્ફમાં તમે જે હાંસલ કરો છો એ જ મળે છે.”

વિલીના પિતાએ તેમને ૧૧મું ધોરણ પાસ કર્યા બાદ પુરસ્કારના રૂપમાં ક્લબનું સભ્યપદ અપાવ્યું હતું. આ વાત યાદ કરતાં વિલીએ કહ્યું, ”હું ભાગ્યશાળી હતો. હું બહુ નાની ઉંમરથી જ ગોલ્ફમાં સારા શોટ લગાવતો હતો.” વિલી પોતાના ઘેરથી ક્લબ સુધી સાઇકલ પર અથવા ચાલીને જતા હતા. વિલીએ જણાવ્યું, ”જ્યારે મેં ક્લબ જવાનું શરૂ કર્યું એ સમયે કાર કે આવવા-જવા માટે કોઈ સાધન નહોતું. ફક્ત શનિવારે એક બસ ક્લબ સુધી જતી હતી.”

વિલીએ ગોલ્ફ પ્રત્યેની દીવાનગીને પોતાના પરિવારમાં પણ જગાવી છે. તેમની ભત્રીજી મોઇરા ફોરમેન (ઉં.વ. ૬૪)નું માનવું છે કે કાકા વિલી તેને આ ઉંમરે પણ હરાવી શકે છે. મોઇરાએ કહ્યું, ”તેઓ આ ઉંમરે પણ સારા શોટ લગાવી શકે છે. તેઓ હજુ પણ મને હરાવી શકે છે, ખાસ કરીને તેમની નાની ગેમમાં, જે તેમની ઉંમરની વ્યક્તિ માટે ગજબનાક વાત છે.”

You might also like