હાફિજ સઇદે ફરી આપી ભારતને ઘમકી

લાહોર: જમાત ઉદ દાવાના ચીફ અને મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિજ સઇદે ફરી એક વખત ભારત વિરુદ્ધ ઝેર ઉગાર્યુ છે. તેને કહ્યું કે તે પાકિસ્તાનની નદીને મુક્ત કરાવવા માટે ભારત વિરુદ્ધ જિહાદ શરૂ કરશે.

હાફિજે પંજાબ જિલ્લાના સિયાલકોટ જિલ્લામાં જમાતના કાર્યકર્તાઓને સંબોધિત કરીને કહ્યું કે, ‘અમે અમારી નદીઓને મુક્ત કરાવવા માટે ભારત વિરુદ્ધ જિહાદ શરૂ કરશે’. સઇદે દાવો કર્યો છે કે, ‘કાશ્મીરીઓનું સ્વતંત્રતા આંદોલન દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યું છે.’ તેને કહ્યું કે કાશ્મીરની સ્થિતિ હવે બદલાઇ ગઇ છે.

અમેરિકાના સઇદના માથા પર એક કરોડ ડોલરનું ઇનામ રાખવામાં આવ્યું છે. તેને કહ્યું, ‘પત્ની અસિયાએ ફોન પર જણાવ્યું કે આઝાદ કાશ્મીરની વાત કરનાર લોકો હવે ફોટોમાં રહ્યા નથી અને હવે નવું નેતૃત્વ સામે આવ્યું છે. આ આઝાદી અભિયાનને નવો રસ્તો આપશે.’ સઇદે કહ્યું કે હવે સમય આવી ગયો છે પાકિસ્તાન, અમેરિકા, ઇરાન અને ભારત માટે પોતાની વિદેશ નિતિમાં ફેરફાર કરે.

હાફિઝને ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડાર પ્રોજેક્ટના વિરોધ દરેક ષડયંત્રને નિષ્ફળ કરવાનો સંકલ્પ કર્યો છે.

You might also like