બસની જેમ ટ્રેનમાં મળશે ટિકિટ

728_90

અમદાવાદ: રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પર ટ્રેન આવી ગઇ હોય અને ટિકિટબારી પર લાંબી લાઇન હોય ત્યારે ટિકિટ લીધા વગર ટ્રેનમાં બેસી જનારા મુસાફરો હવે ટ્રેનમાં જ ટિકિટ ખરીદી શકશે, જે માટે રૂટિન ભાડા કરતાં રૂ.૧૦ વધુ ચાર્જ ચૂકવવાનો રહેશે, જોકે વગર ટિકિટે ટ્રેનમાં બેસી ગયેલા મુસાફરે ટીટીઇનો સંપર્ક કરી તરત ટિકીટ લેવી પડશે. અા સુવિધા અત્યારે લખનૌ મેલ, ગરીબરથ, અર્ચના સુપરફાસ્ટ અને રાજધાની ટ્રેનમાં શરૂ કરાઇ છે. ૧ ઓકટોબરથી અન્ય ટ્રેનોમાં અા સુવિધા શરૂ કરાશે તેવું રેલવે સૂત્રોએ જણાવ્યું હતંુ. દરેક ટીટીઇને આ સુવિધા પૂરી પાડવા માટે મશીનની ફાળવણી કરાશે.

વગર ટિકિટે ટ્રેનમાં ચઢી જનાર પ્રવાસીએ તુરત જ ટીટીઇનો સંપર્ક કરી રૂ.૧૦ ટિકિટદીઠ ચાર્જ ચૂકવી ટિકિટ ખરીદી લેવી પડશે. મુસાફર ટિકિટ વગર ચેકિંગ દરમ્યાન પકડાશે તો તેણે હાલના નિયમ મુજબ દંડ ભરવો પડશે. ઘણા કિસ્સામાં ટિકિટબારી પર લાંબી લાઇન હોય અને ટ્રેન આવી ગઇ હોય તો મુસાફર ટિકિટ ખરીદવાનું માંડી વાળે છે. ક્યારેક ટ્રાફિક કે અન્ય કારણસર ટ્રેનના સમયે સ્ટેશન પર પહોંચવામાં મોડું થાય અને ટ્રેન આવી ગઇ હોય તો પણ મુસાફરો ટિકિટ લીધા વગર ટ્રેનમાં બેસી જાય છે. દરમ્યાન ટિકિટ ચેકિંગ આવે ત્યારે ટિકિટની કિંમતથી દોઢ ગણો દંડ ભરે છે. આવા ટિકિટ વગર ટ્રેનમાં બેસતા મુસાફરો માટે રેલવેતંત્ર તબકકાવાર નવી સુવિધા શરૂ કરી રહ્યું છે.

You might also like
728_90