શહેર-ગ્રામ્યની બેઠકો પર ક્યાં પિંક પોલિંગ બૂથ બનશે?

અમદાવાદ: આગામી ડિસેમ્બર-ર૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં પહેલી વાર મહિલાઓ માટે દરેક વિધાનસભા મત વિસ્તારદીઠ એક મહિલા મતદાન મથક (‌પિંક પોલિંગ બૂથ) બનાવવાનું ચૂંટણીપંચે જાહેર કર્યું છે. મહિલાઓ વધુ ને વધુ મતદાન કરી શકે તે માટેપિંક પોલિંગ બૂથ અન્વયે અમદાવાદ શહેર-ગ્રામ્યની ર૧ સહિત રાજ્યની તમામ ૧૮ર વિધાનસભા સીટના વિસ્તારમાં ૧૮ર પિંક પોલિંગ બૂથ કાર્યરત થશે.

પોલિંગ બૂથમાં પટાવાળાથી લઇને અધિકારી સુધીનો તમામ સ્ટાફ મહિલાઓનો હશે. મતદાન મથકને પિંક પોલિંગ કલરથી રંગવામાં આવશે એટલું જ નહીં, પિંક  કલરની ડેકોરે‌િટવ આઇટમથી સજાવવામાં આવશે.

ચૂંટણીપંચ દ્વારા તમામ મહિલા મતદાન મથકના વિસ્તાર નક્કી કરી દેવામાં આવ્યા છે, જેને પિંક મતદાન મથક તરીકે ઓળખ આપવા માટેની કામગીરી શરૂ કરી દેવાઇ છે. નીચે મુજબની અમદાવાદ શહેર અને ગ્રામ્ય બેઠકો પરના સરનામાએ પિંક પોલિંગ બૂથ કાર્યરત થશે.

વિધાનસભા મત મતદાન મથક
વિભાગનું નામ
વીરમગામ શેઠ એમ.જે. હાઇસ્કૂલ, પૂર્વ બાજુ, રૂમનં.૧,
માંડલ રોડ, વીરમગામ
સાણંદ પ્રણામ વિદ્યાલય, મોટો રૂમ, સાણંદ
ઘાટલોડિયા લપકામણ પ્રા. શાળા, લપકામણ
રૂમ નં. ૧
વેજલપુર ‌સ્પિપા રૂમ નં.ર, પ્રહ્લાદનગર ગાર્ડન
રોડ, સેટેલાઇટ
વટવા માધવ ઇન્ટરનેશલ સંકુલ, રૂમ નં.૧
વસ્ત્રાલ
એલિસબ્રિજ શેઠ સી.એન.વિદ્યાલય, રૂમ નં.૪
આંબાવાડી
નારણપુરા રૂમ નં.૧ જ્યો‌તિસંઘ, ભીમજીપુરા
નિકોલ અં‌બિકાનગર ગુ. શાળા રૂમ નં. પ
ઓઢવ
નરોડા કેન્દ્રીય વિદ્યાલય, રૂમ નં. ૧, શાહીબાગ
ઠક્કરબાપાનગર વિદ્યાનગર ગર્લ્સ હાઇસ્કૂલ, રૂમ નં. ૧
સુર‌જિત સોસાયટી, ઇન્ડિયા કોલોની,
બાપુનગર
બાપુનગર બાપુનગર ગુજ. શાળા નં. ૯-૧૦
રૂમ નં. ૪, બાપુનગર
અમરાઇવાડી કે.કા. શાસ્ત્રી કોલેજ રૂમ નં. ૪, ખોખરા
દરિયાપુર કેન્દ્રીય વિદ્યાલય, શાહીબાગ,
રૂમ નં. ૧૧
જમાલપુર-ખા‌ડિયા સુપરિન્ટેન્ડેન્ટ એ‌િન્જ‌િનયર કચેરી,
દાણાપીઠ
મણિનગર રૂબ્સ ઇં‌ગ્લિશ સ્કૂલ, પુનિત આશ્રમ
સામે, મ‌િણનગર
દાણીલીમડા રૂમ નં. ૩, બેસ્ટ હાઇસ્કૂલ,
ભૈરવનાથ રોડ
સાબરમતી સાયોના ઇન્ટરનેશનલ સ્કૂલ
રૂમ નં. ૪, ચાંદલોડિયા
અસારવા ગૂજરાત વિદ્યાપીઠ સંચા‌લિત ITI
રૂમ નં. ૧પ, સિદ્ધાર્થ પેલેસ હોટલ સામે,
શાહીબાગ
દસક્રોઇ શિવમ વિદ્યાલય, રૂમ નં. ૧, નવા
નરોડા
ધોળકા નાયબ કાર્યપાલક ઇજનેર, માર્ગ અને
મકાન (સ્ટેટ), પૂર્વ બાજુ, કચેરી રોડ,
ધોળકા
ધંધૂકા તાલુકા પંચાયત કવાર્ટર શાળા,
રૂમ નં. ૧, ધંધૂકા

You might also like