500ની નોટ પાછળ મોદીની મોટી રણનીતિ : 2000ની નોટ થઇ શકે છે બંધ

નવી દિલ્હી : હાલમાં સમગ્ર દેશ ચલણી નોટોની અછતનો સામનો કરી રહ્યો છે. ત્યારે સામાન્ય રીતે જ પ્રશ્ન ઉઠે કે ભાઇ 500ની નોટ છપાવાની શરૂઆત થઇ ચુકી છે તો બજારમાં સર્કુલેટ કેમ નથી થતી. જો કે આની પાછળ એક આયોજન ચાલી રહ્યું હોય તેવું સરકારી સુત્રો જણાવી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકારે આગામી વર્ષે જુનમાં 2000ની નોટ પર પ્રતિબંધ લાદી શકે છે.

અહેવાલ અનુસાર સરકાર બજારમાં 2000 રૂપિયાની નોટ ઉતારી છે કારણ કે તે જાણે છે કે કાળાનાણા ધારકોની રકમ સૌથી મોટી નોટમાં જ રાખશે. જેથી 1000ની નોટ સ્વરૂપે રહેલુ કાળુ નાણુ તે 2000ની નોટમાં કનવર્ટ કરશે. ત્યાર બાદ 2000ની નોટ પણ બંધ કરી દેવી જેથી કાળા નાણા ધારકોને કાળુ નાણુ જાહેર કરવાની ફરજ પડે. તેના ભાગરૂપે જ 500ની નોટ રણનીતિના ભાગરૂપે જ 500ની નોટ બહાર પાડવામાં વધારે સમય લગાવાઇ રહ્યો છે.

રિઝર્વ બેંક હાલ 2000ની નોટ જ વધારે પ્રમાણમાં મોકલી રહી છે. સુનિયોજીત રીતે 500ની નોટ સિમિત માત્રામાં મોકલાઇ રહ્યું છે. અર્થશાસ્ત્રીઓએ અગાઉ જ વડાપ્રધાનને જણાવ્યું હતું કે મોટા મુલ્યની નોટને બંધ કર્યા બાદ કાળા નાણાના સંગ્રાહકો ઉચ્ચ મુલ્યવર્ગની નોટમાં બદલી સફેદ કરવા માટે પ્રયાસ કરશે.

You might also like