શું રજનીકાંત આ નવા વર્ષે રાજકારણમાં જોડાશે? 31 ડિસે. જાહેરાત કરશે

સાઉથ સુપરસ્ટાર રજનીકાંત રાજકારણમાં આવે તે અંગે લાંબા સમયથી અટકળો થઇ રહી છે. હવે એવા સંકેત મળી રહ્યા છે કે રજનીકાંત રાજકારણમાં એન્ટ્રીને લઇને ૩૧ ‌ડિસેમ્બર સુધી પોતાનો નિર્ણય જાહેર કરશે. મીડિયા રિપોર્ટમાં જણાવ્યા મુજબ રજનીકાંતના નજીકના મિત્ર અને સોશિયલ એક્ટિવિસ્ટ તમિલા રૂવી મનીયને તેમની મુલાકાત લીધી છે.

રજનીકાંત આ વર્ષના અંત સુધી રાજકારણમાં આવવાની પોતાની યોજના અંગે ખુલાસો કરી શકે છે. જો રજનીકાંત રાજકારણમાં એન્ટ્રી કરશે તો તેને તેના ફેન્સ માટે નવા વર્ષની ગિફટ તરીકે પણ જોઇ શકાય છે. ઉલ્લેખનીય છે કે ર૬થી ૩૧ ડિસેમ્બર સુધી સતત છ દિવસ સુધી રજનીકાંત પોતાના પ્રશંસકોની મુલાકાત પણ કરશે. આ પહેલાં નવેમ્બરમાં પણ રજનીકાંત રાજકારણમાં આવે તેવા સમાચાર આવ્યા હતા. જો કે તેણે તે સમયે કહી દીધું હતું કે રાજકારણમાં પ્રવેશવાને લઇને હજુ કોઇ ઉતાવળ નથી.

રજનીકાંતના મોટા ભાઇ સત્યનારાયણ ગાયકવાડે પણ કહ્યું હતું કે ભગવાન ઇચ્છે તો હું રાજકારણમાં પણ એન્ટ્રી કરીશ. એવા સમાચાર પણ છે કે રજનીકાંત ભાજપમાં જોડાઇ શકે છે. ભાજપ તરફથી તેમને ઓપન ઓફર પણ છે. પાર્ટી પ્રમુખ અમિત શાહ કહી ચૂકયા છે કે રજનીકાંતનું ભાજપમાં સ્વાગત છે. પીએમ નરેન્દ્ર મોદીએ પોતાની ચેન્નઇ વિઝિટ દરમિયાન રજનીકાંતની મુલાકાત લીધી હતી.

You might also like