દિગ્ગજ પેલે વિશ્વકપના ઉદ્ઘાટન સમારંભમાં હાજર નહીં રહે?

રિયો ડી જાનેરિયોઃ બ્રાઝિલના ફૂટબોલ ચાહકો માટે એક ખરાબ સમાચાર છે. બ્રાઝિલ ફૂટબોલ જગતના દિગ્ગજ ખેલાડી પેલે ૧૪ જૂને યોજાનારા ઉદ્ઘાટન સમારંભમાં હાજર ના રહે તેવી શક્યતા છે. ખરાબ તબિયતના કારણે પેલેએ રશિયાનો પ્રવાસ રદ કરી દીધો છે.

પેલેના પ્રવક્તાએ જણાવ્યું કે તેમની તબિયત ખરાબ છે. પેલેને તેમના પગમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. બ્રાઝિલની સાથે ત્રણ વાર વિશ્વકપનો ખિતાબ જીતનારા પેલેને રશિયામાં યોજાનારા ફિફા વિશ્વકપના ઉદ્ઘાટન સમારોહમાં અન્ય અતિથિઓ સાથે આમંત્રિત કરવામાં આવ્યા હતા. હાલ ૭૭ વર્ષીય પેલે અત્યાર સુધીમાં ઘણાં ઓપરેશન કરાવી ચૂક્યા છે.

You might also like