રામ મંદિરનાં મુદ્દે મત્ત નહી માંગ ભાજપ : કેશવ પ્રસાદ મૌર્ય

અલાહાબાદ : ઉત્તર પ્રદેશનાં ભાજપ અધ્યક્ષ કેશર પ્રસાદ મૌર્યએ પહેલીવાર સ્વિકાર્યું કે તેમની પાર્ટી રામ મંદિરના મુદ્દે પાછી નથી હતી. પરંતુ તે વોટ માટે તેનો ઉપયોગ નહી કરે. સોમવારે મીડિયા સાથેની ચર્ચામાં કેશવે જણાવ્યું કે પાર્ટી આ મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઇ રહી છે. તેમણે તે પણ જણાવ્યું કે આગામી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી વિકાસ, પ્રદેશમાં ભ્રષ્ટાચાર અને કાયદો વ્યવસ્થાનાં મુદ્દે જ ચૂંટણી લડશે. રામમંદિરનો મુદ્દો નહી લાવે.

મૌર્યએ જણાવ્યું કે વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત ટુંક જ સમયમાં કરવામાં આવશે. એક વખત જેમનાં નામની જાહેરાત કરવામાં આવી તે નામ ક્યારે પણ બદલવામાં નહી આવે. તેમણે કહ્યું કે સભ્યો નક્કી કરતા સમયે તેઓ જીતી શકે તેવા હોય અને લોકોમાં પ્રતિષ્ઠિત હોય તેવા પ્રકારનાં લોકોની જ પસંદગી કરવામાં આવશે. કોઇ પણ લાગવગીયા કે અન્ય રીતે આયાતી અથવા તો પૈસા પાથરનારા ઉમેદવારોની પસંદગી નહી કરવામાં આવે.

મૌર્યએ જણાવ્યું કે ભાજપ યુપીનાં બોર્ડની પરિક્ષામાં સારા માર્ક સાથે પાસ થનારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે. સન્માન સમારંભનું આયોજન જિલ્લા સ્તર પર કરવામાં આવશે. જિલ્લાનાં પદાધિકારીઓને તેની જવાબદારી સોંપવામાં આવશે. ઉપરાંત તેમણે જણાવ્યું કે ભાજપ એકલી જ વિધાનસભાની ચૂંટણીમાં ભાગ લેશે. તે અન્ય કોઇ પક્ષ સાથે સંધી નહી કરે તે તમામ સીટો પર પોતાનાં જ ઉમેદવારોને ઉભા રાખશે.

You might also like