ઓમર અબ્દુલ્લાનો યૂ ટર્ન : ભાજપ સાથે ગઠબંધન નહી

જમ્મૂ : નેશ્નલ કોન્ફરન્સનાં પ્રમુખ અને પુર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ પોતાની ટીપ્પણી પરથી ફેરવી તોળ્યું હતું. રવિવારે પત્રકારો સાથે ચર્ચા કરતા તેણે કહ્યું કે મે ક્યારે પણ નથી કહ્યું કે અમે ભાજપની સાથે સરકાર બનાવવા ઇચ્છુંક છીએ. માત્ર એટલું જ કહ્યું કે જો ભાજપ અને પીડીપીમાં સંમતી નથી થતી તો તેઓ વિધાનસભા ભંગ કરીને ચૂંટણી માટેની તૈયારી કરે. અમે ચૂંટણી માટે તૈયાર છીએ. તેની પાસે બહુમતી છે. તેમણે લોકોની સમસ્યાનો ઉકેલ લાવવું જોઇએ.

ઉમરે ફેસબુક પર પોતાનાં અધિકારીક પેજ પર કહ્યું કે નેશનલ કોન્ફરન્સ સત્તાની ભુખી નથી. આવી રાજનીતિક સત્તામાં તેને રસ પણ નથી કે જે વિચારાત્મક સમજુતી કરીને મળે છે. અમે એક વર્ષ પહેલા ભાજપની સાથે ગઠબંધનની સંભાવના છોડી દીધી હતીઅને તેવું કરવાનું કારણ નથી. ઉમર નેશનલ કોન્ફરન્સનાં કાર્યકારી અધ્યક્ષ છે. તેમણે કહ્યું કે ફારુક અબ્દુલ્લા એક કાલ્પનિક સ્થિતી પર આધારિત એક સવાલનો જવાબ આપી રહ્યા હતા અને તેમણે ક્યારે પણ નથી કીધું કે પાર્ટી ભાજપ સાથે સરકાર રચશે.

You might also like