રાહુલ એક સપ્તાહ સુધી કોંગ્રેસનું નેતૃત્વ કરશે

નવી દિલ્હી : મેડિકલ ચેક અપ માટે પહેલા જ નક્કી કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સપ્તાહભર માટે અમેરિકા જતા રહ્યા છે. જેથી કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી હવે કોંગ્રેસ પાર્ટીનુ નેતૃત્વએક સપ્તાહ સુધી કરનાર છે.
આવી સ્થિતિમાં જીએસટી બિલ સહિત પાર્ટી અને અનેક સંસદીય મુદ્દા પર આંતરિક ચર્ચાનુ નેતૃત્વ રાહુલ દ્ઘારા જ કરવામાં આવનાર છે. આનો મતલબ એ થયો કે જીએસટી બિલ પર થનાર વાતચીતમાં સરકારના સૂચન પર પાર્ટીનો જવાબ તૈયાર કરવામાં રાહુલ ફેકટર ઉભરીને સામે આવે તેવી શકયતા છે. જીએસટી બિલ પર આગામી સપ્તાહમાં ચર્ચા શરૂ કરવામાં આવી શકે છે.

You might also like