સરકાર હવે વિજય માલ્યાને ભારત રત્ન આપવા વિચારી રહી છે : આઝમ ખાન

લખનઉ : સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાન ઘણી વખત વિવાદિત નિવેદન માટે વિખ્યાત છે. તેણે એકવાર ફરીથી કેન્દ્ર પર નિશાન સાધ્યું છે. ખાને કહ્યુ કે, સાંભળ્યું છે કે, કેન્દ્ર સરકાર રાષ્ટ્રપતિ ભવન એક પ્રસ્તાવ મોકલવાનાં છે, વિજય માલ્યાને ભારત રત્ન આપવાનું. અત્રે નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા પણ આઝમે નોટબંધી મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેણે કહ્યું કે સરકાર ભાગેડુના દેવા માફ કરી રહી છે અને ગરીબો પાસે કાળાનાણા શોધી રહી છે.

ઉલ્લેખનીય છે કે દારૂનો વેપારી વિજય માલ્યા લોન ડિફોલ્ટર છે. ગત્ત દિવસોમાં સંસદમાં પણ તેનો મુદ્દો ઉછળ્યો હતો. સીપીએમના નેતા સીતારામ યેચુરીએ મોદી સરકાર પર હૂમલો કરતા કહ્યું કે એક તરફ સરકાર ડિફોલ્ટરોના કર્જ માફ કરી રહી છે. તે અંગે નાણામંત્રી અરૂણ જેટલીએ તેમના ભાષણોને વચ્ચે જ જવાબ આપતા કહ્યુ કે માલ્યાનું દેવુ માફ નથી કરવામાં આવ્યું, પરંતુ રાઇટ ઓફ કરવામાં આવ્યું છે. જેનો અર્થ માફ કરવાનો નહી પરંતુ નોન પર્ફોમિંગ એસેટ્સ ગણવું થાય છે.

પહેલા ડીએનએના રિપોર્ટના હવાલાથી મીડિયામાં સમાચારો આવ્યા હતા કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ 7016 કરોડ રૂપિયાના બાકી નાણાને રાઇટ ઓફ ગણાવી દીધા છે. ડીએનએના રિપોર્ટ અનુસાર વિલફુલ ડિફોલ્ટર સાબિત થયેલા 63 લોકો અથવા કંપનીઓને એસબીઆઇએ આ લોન આપી હતી. આ લોકોમાં દારૂ વેપારી અને દેવાળીયા થઇ ચુકેલ કિંગફિશર એલાઇન્સના માલિક વિજય માલ્યાના નામનો પણ સમાવેશ થાય છે.

You might also like