2019 સુધીમાં 50 ટકા મત પ્રાપ્ત કરીશું, વિપક્ષનો થશે સફાયો: અમિત શાહ

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કર્ણાટક વિધાનસભામાં જીત ને લઇને આત્મવિશ્વાસથી ભરપુર જોવા મળ્યા હતા. અમિત શાહનું માનવું છે કે પક્ષને કર્ણાટકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો ફાયદ મળશે અને સિદ્ધારમૈયા સરકાર વિરુધ્ધ રણનીતિ બનાવામાં મદદ મળશે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે એક ખાનગી અખબાર સાથે વાતચીતમાં કહ્યું કે કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર દરેક મુદ્દે નાપાસ થઇ છે. રાજ્યમાં લો અને ઓર્ડરનો પણ ખરાબ છે. અમિત શાહે સિદ્ધારમૈયા પર આરોપ લગાવ્યો કે તેમણે બેંગ્લોરને કોંગ્રેસના બિલ્ડરોના હાથમાં સોંપી દીધું છે.

ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે બીજી સરકારે એક બિલ્ડરને પ્રાથમિકતા આપી શકે છે પરંતું કર્ણાટકમાં એવા બિલ્ડર છે જેના હાથમાં સંપૂર્ણ રાજ્ય છે. અમિત શાહે કહ્યું કે ભાજપે 2019 સુધી પુરા દેશમાં 50 ટકા સુધી મત પ્રાપ્ત કરી લેશે જેના કારણે વિપક્ષ પાસે કશુ બચશે નહીં.

અમિત શાહે કહ્યું કે લિંગાયત પર સિદ્ધારમૈયાનો નિર્ણય ચૂંટણીમાં કામ નહીં કરે કારણ કે મુખ્યમંત્રીની ભૂમિકા શંકાસ્પદ છે. તેની સાથે જ યેદિયુરપ્પા પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપ પર અમિત શાહે જવાબ આપ્યો હતો. અમિત શાહે કહ્યું કે યેદિયુરપ્પા પર લાગેલા બધા આરોપ કોર્ટે ફગાવી દીધા છે.

You might also like