આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવ અઢી વર્ષની ઊંચાઈએ

આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવમાં તેજીની ચાલ જોવા મળી છે. બ્રેન્ટ ક્રૂડ ૬૭ ડોલર પ્રતિ બેરલની સપાટીએ પહોંચી ગયું છે. નેચરલ ગેસનો ઇન્વેન્ટરી-સ્ટોક ઓછો થઇ રહ્યો છે. તો બીજી બાજુ ઠંડીમાં માંગ વધતાં ક્રૂડના ભાવ અઢી વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગયા છે. લીબિયામાં ક્રૂડની સપ્લાય પાઇપલાઇનમાં વિસ્ફોટ થતાં સપ્લાય ખોરવાઇ જવાની ભીતિએ આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવમાં ઉછાળો નોંધાતો જોવા મળ્યો છે. નાયમેક્સ ક્રૂડના ભાવ પણ ૬૦ ડોલર પ્રતિ બેરલની સપાટીએ પહોંચી ગયેલા જોવા મળ્યા છે.

દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવમાં જોવા મળેલા ઉછાળાના પગલે સ્થાનિક ઓઇલ કંપનીઓની ખરીદ પડતર ઊંચી આવી શકે છે. આજે શહેરમાં પેટ્રોલ પ્રતિ લિટર ૬૭.૯૬ પૈસાની સપાટીએ ભાવ નોંધાયો હતો, જ્યારે ડીઝલ ૬૨.૨૩ પૈસા પ્રતિ લિટરની સપાટીએ ભાવ જોવા મળ્યો હતો.

પેટ્રોલિયમ ડીલર્સ એસોસીએેશનના જણાવ્યા પ્રમાણે ક્રૂડના ભાવમાં જે રીતે તેજીની ચાલ નોંધાઇ રહી છે તે જોતાં ઊંચી ખરીદ પડતરના પગલે પેટ્રોલ-ડીઝલના ભાવમાં સુધારાની ચાલ જોવાઇ શકે છે.

You might also like